- ઘરની બહાર નીકળતા માસ્ક પહેરવાથી થશે ફાયદો
- આદુ અને લીંબુની ચા પણ કરશે મદદ
- ઈન્ફેક્શનથી બચવા ઘરે આવીને હાથ-પગ ધૂઓ
હાલના દિવસોમાં હવાનું વધતું પ્રદૂષણ ભારતના કેટલાક રાજ્યોમાં રહેનારા લોકોની સ્થિતિ ખરાબ કરી રહ્યું છે. હાલના સમયમાં અનેક જગ્યાઓની એયર ક્વોલિટી ઈન્ડેક્સ વધારે ખરાબ થઈ રહ્યો છે. દિવાળીમાં ફટાકડાના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. હાલમાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સૌથી વધારે ખરાબ સ્થિતિમાં છે. આ સમયે જો તમે પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ઈચ્છો છો તો કેટલીક ખાસ બાબતો અપનાવી લો. જેનાથી શ્વાસ સંબંધી બીમારીમાં થોડી રાહત મળશે. તો જાણો શું કરવું.
બહારથી આવીને હાથ અને ચહેરો ધોઈ લો
એક્સપર્ટ્સનું માનવું છે કે કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનથી બચવું છે તો ઘરે આવીને સૌથી પહેલા ફેસ, હાથ અને પગ ધોઈ લો. એવું એટલા માટે કરાય છે કે ઘરે આવ્યા બાદ બહારના કીટાણુઓ પણ ઘરે આવે છે. તેને મારવા માટે સૌથી સુરક્ષિત આ ઉપાય છે.
ગરમ પાણી પીઓ
શિયાળામાં ગરમ પાણી પીવાથી તમે ન ફક્ત શરદી અને ફ્લૂથી બચી શકો છો પણ સાથે ગળામાં ધૂળના કણ પણ ખતમ થઈ જાય છે. ફેફસાના સંક્રમણથી પણ બચવા માટે આ પાણી બેસ્ટ છે અને સાથે જ તેનાથી શરદી અને ખાંસીમાં પણ રાહત મળશે.
માસ્ક પહેરો
જ્યારે પણ ઘરની બહાર નીકળો તો માસ્ક સાથે રાખો અને રોડ પર ચાલતી સમયે તેને જરૂરથી લગાવો. હવાની ગુણવત્તા ધીરે ધીરે ઓછી થઈ રહી છે અને માસ્ક પહેરવાથી શ્વાસ લેતી સમયે કોઈ પણ પ્રદૂષણને રોકવામાં મદદ મળી રહે છે.
આદુ અને લીંબુની ચા પીઓ
સવારે આદુ અને લીંબુની ચા પીવાથી શ્વાસની નળીમાં રહેલા કોઈ પણ પ્રકારના કીટાણુ મરી જાય છે. તેનાથી ફક્ત શરીરનું સંક્રમણ અસર કરે છે અને સાથે શરીરને પોષણ પણ મળશે. હળદરને પણ ડાયટમાં સામેલ કરો. તેનાથી ઈમ્યુનિટી વધશે.
આઉટડોરને બદલે ઈનડોર કસરત કરો
ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં રહેનારા અને કસરત કરનારા લોકો ફરવા અને કસરત કરવા જાય છે ત્યારે તેઓએ ઘરે કસરત કરવી જરૂરી છે. તમે હવાના પ્રદૂષણથી બચી શકશો.
ઘરની અંદર હવા સાફ કરનારા છોડ લગાવો
ઘરમાં ગ્રીનરીને વધારો. તમારી પસંદના છોડ લગાવો જેથી તમને આરામ મળે. સ્નેક પ્લાન્ટ, ડેવિલ્સ આઈવી, બેમ્બૂ પામ અને અન્ય છોડ સારો વિકલ્પ બની શકે છે.
સ્ટીમ લો
હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થવાના કિસ્સા વધી રહ્યા છે. આ સમયે રાહત મેળવવા માટે રોજ સ્ટીમ લો અને તેનાથી તમને વધારે સમય આરામ મળશે.