વાંકાનેરમાં વઘાસીયા ટોલનાકા નજીક આવેલ હોટલના રૂમમાં રોકાયેલ trak ડ્રાઈવર પ્રૌઢ સવારમાં લઘુશંકાએ ગયા હોય ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા બાથરૂમમાં ઢળી પડ્યા હોય જેને સારવારમાં ખસેડતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ પાટણ જીલ્લાના ખરચરીયા ગામ રહેતા બબાભાઈ નાગજીભાઈ રબારી ઉવ ૫૩ ગઈકાલ તા. ૧/૦૬ના રો વઘાસીયા ટોલનાકા પાસે વ્રુદાવન હોટલ ( જુની બાબા રામદેવ હોટલ)માં રોકાયેલ હોય ત્યારે સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં બબાભાઈ નાગજીભાઈ રબારી લઘુશંકાએ બાથરૂમમાં ગયા હતા ત્યારે ત્યાં બબાભાઈને અચાનક જોરદાર હાર્ટ એટેક આવતા તેઓ બાથરૂમમાં જ ઢળી પડ્યા હતા જ્યાંથી તેઓને સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોકટ તરોને મૃત જાહેર કર્યા હતા. હાલ અકાળે મૃત્યુને ભેટેલા બબાભાઈna મૃત્યુ અંગે અ.મોત રજી. કરી વધુ તપાસ ચલાવી છે.


