- 2024માં પ્રેસિડેન્ટની ચૂંટણી છે ત્યારે ઉમેદવારોના સર્વેના ચોંકાવનારાં પરિણામો
- બાઇડેનના પ્રચાર અભિયાનના પ્રવક્તાનું કહેવું છે કે આગાહી આગામી વર્ષ સુધીમાં બદલાશે
- આ દરમિયાન ન્યૂયોર્ક ટાઇમ્સ અને સિયેના કોલેજનો એક નવો સર્વે સામે આવ્યો
અમેરિકામાં આગામી વર્ષે પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી યોજાવાની છે. તમામ ઉમેદવાર પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન ન્યૂયોર્ક ટાઇમ્સ અને સિયેના કોલેજનો એક નવો સર્વે સામે આવ્યો છે. આ સર્વેથી જાણકારી મળે છે કે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચ મુખ્ય રાજ્યોમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનથી આગળ ચાલી રહ્યા છે. જો કે એક રાજ્ય એવું પણ છે કે જ્યાં બાઇડેને ટ્રમ્પને પાછળ છોડી દીધા છે. સર્વે અનુસાર વિસ્કોન્સીસમાં બાઇડેને ટ્રમ્પને પાછળ રાખી દીધા છે. આ રાજ્યમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનને 47 ટકા લોકોનું સમર્થન છે. જ્યારે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને 45 ટકા લોકોનું સમર્થન છે. જો કે જો બાઇડેનના પ્રચાર અભિયાનના પ્રવક્તા કેવિન મુનોજનું કહેવું છે કે હાલમાં કરવામાં આવેલી આગાહી આગામી વર્ષ સુધીમાં બદલાઈ જશે. મુખ્ય પાંચ રાજ્યોમાં બાઇડેનને 30 વર્ષથી નીચી વયના મતદાતાઓ તરફથી ફક્ત એક ટકા સમર્થન મળ્યું છે.
દિવસ-રાત કામ કરી જીત હાંસલ કરીશું
કેવિન મુનોજે જણાવ્યું કે બાઇડેનનું પ્રચાર અભિયાન વિજયી મતદાતાના ગઠબંધન સુધી પહોંચવા તથા તેમને એકત્ર કરવા પર ભારે મહેનત કરી રહ્યું છે. અમે આગામી વર્ષે થનારી ચૂંટણી અંગે ચિંતા નહીં કરીએ પણ દિવસ રાત કામ કરીને જીત હાંસલ કરીશું. સમિકરણો આગામી વર્ષ સુધીમાં બદલાશે.


