- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયાના બટલરમાં રેલીમાં જીવલેણ હુમલો થયો
- મંચ પર સંબોધન દરમિયાન ટ્રમ્પ પર શૂટરે ગોળીબાર કર્યો
- ટ્રમ્પ પર થયેલા હુમલાના લોહીના નિશાન ચહેરા પર સ્પષ્ટ નજરે પડી રહ્યા હતા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયાના બટરલમાં એક ચૂંટણી રેલીમાં જીવલેણ હુમલો થયો છે. જ્યારે તેઓ બટલરમાં ચૂંટણી સભાના મંચ પર સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ તરત નીચે નમી ગયા અને સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી વળ્યા આ દરમિયાન ટ્રમ્પના ચહેરા પર લોહી જોવા મળ્યું હતું. આ ઘટના ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે ચાર વાગ્યે એ વખતે અમેરિકામાં સાંજના સાડા છ વાગ્યા હતા.
ફાયરિંગ અંગે ટ્રમ્પ શું બોલ્યા?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ”હું જ્યારે જનમેદનીને સંબોધી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ મારા જમણા કાનની ઉપરના ભાગે ગોળી વાગી હતી. જેથી મને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. ખૂબ લોહી વહી રહ્યું હતું, ત્યારે મને અનુભવ થયો કે મને ગોળી વાગી છે. તેમને વધુમાં કહ્યું કે આ વિશ્વાસ આવે એવું નથી. કે અમારા દેશમાં પણ આવું થઈ શકે છે. જો કે શૂટર અંગે કંઈ ખબર નથી કદાચ તે મરી ગયો છે.”
ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા આ જીવલેણ હુમલામાં ટ્રમ્પ આબાદ રીતે બચી ગયા હતા. તેમને એવું નિવેદન જાહેર કર્યું કે તેઓ ઠીક છે અને તેઓની મેડિકલ તપાસ ચાલી રહી છે. તેમને કહ્યું કે મને તરત જાણ થઈ કંઈક ગરબડ છે, અવાજ સાંભળી ગોળી ચાલી અને તરત અનુભવ થયો કે ગોળી શરીરને ચીરી રહી છે.
ચૂંટણી રેલીમાં ગોળીબારની ઘટના પછી સુરક્ષાકર્મીઓ દ્વારા ટ્રમ્પને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક શંકાસ્પદ શખ્સ જે શૂટર હતો તેનું મોત થયું છે. આ સિવાય રેલીમાં રહેલા એક બીજા શખ્સનું પણ મોત થયું છે. આ ઘટનાની તપાસ ટ્રમ્પની હત્યાનું કાવતરા તરીકે કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને જણાવ્યું કે અમેરિકામાં આ રીતે હિંસા માટે કોઈ સ્થાન નથી. અમે આને અવગણવાના નથી. એજન્સીઓએ મને સ્થિતિ અંગે પૂર્ણ જાણકારી આપી છે. મેં પણ ટ્રમ્પ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પોતાના તબીબો સાથે છે અને તેમની તબિયત સ્થિર છે. વધુમાં બાઈડેને જણાવ્યું કે, ટ્રમ્પની રેલી શાંતિથી ચાલી રહી હતી. તમામે આ ઘટનાને વખોડવી જોઈએ.


