- રોજિંદી ખીરને આપો નવો ટ્વિસ્ટ
- ખીરમાં ગોળનો ઉપયોગ કરવાની છે ખાસ રીત
- શ્રાદ્ધમાં પિતૃઓના તર્પણમાં કરો આ ખીરનો ઉપયોગ
ખીર દરેક ઘરમાં બનતી રહે છે. શહેર પ્રમાણે તે અલગ અલગ રીતે બનતી રહે છે. આજે આપણે વાત કરીશું રાજસ્થાનમાં બનતી પારંપરિક ખીરની. આ ખીરને તમે પિતૃઓના શ્રાદ્ધમાં ટ્રાય કરી શકો છો. તેનાથી તમને રોજિંદી ખીર કરતા નવો ટેસ્ટ મળશે અને તે હેલ્ધી પણ રહેશે. હા, તમારે આ ખીરમાં ખાંડનો ઉપયોગ કરવાનો નથી પણ મીઠાશ માટે ગોળ વાપરવાનો છે. તો જાણો ગોળની ખીર કઈ રીતે ઘરે બનાવીને તેનો પ્રસાદ માટે ઉપયોગ કરી શકાશે.
ગોળની ખીર માટેની સામગ્રી
– 1/2 વાટકી ચોખા
– 1/3 કપ બારીક તોડેલો ગોળ
– 1 લિટર ફૂલ ક્રીમ મિલ્ક
– 10 નંગ બદામ
– 10 નંગ કાજૂ
– 2 ટીસ્પૂન કિશમિશ
– 5 નંગ એલચી
રીત
આજે તમે એક નવી રીતની ખીર બનાવો. આ ખીરમાં તમારે ખાંડનો ઉપયોગ કરવાનો નથી. હવે તમને અહીં પ્રશ્ન થશે કે આવું કેવી રીતે. તો હા તમારે આજે ગોળની ખીર બનાવવાની છે. આ ખીરનો સ્વાદ પણ ટેસ્ટી લાગે છે. ખાસ કરીને રાજસ્થાનમાં આ ખીર ફેમસ છે. તો જાણો કેવી રીતે બનશે આ ખીર.
ગોળની ખીર બનાવવાને માટે એક મોટા વાસણમાં દૂધને ઉકળવા રાખો, બદામ-કાજૂને નાના ટુકડામાં સુધારી લો અને કિશમિશને પણ સાફ કરી લો, હવે તેમાં એલચી પાવડર બનાવીને મિક્સ કરો. આ પછી સાથે અડધો કપ ચોખાને સારી રીતે સાફ કરીને ધોઇ લો. બે કલાક પાણીમાં તેને પલાળીને રાખો, ત્યારબાદ તેમાંથી વધારાનું પાણી કાઢી લો. દૂધમાં ઉભરો આવે એટલે ચોખાને દૂધમાં નાંખીને મિક્સ કરી લો. દૂધને ચમચાથી હલાવો અને ખીરમાં ઉભરો આવે ત્યારબાદ તેને ધીમા ગેસ પર રહેવા દો. બે મિનિટ સુધી તેને હલાવતા રહો, તેનાથી ખીર ચોંટશે નહીં. અન્ય એક વાસણમાં અડધો કપ પાણી અને ગોળ નાંખીને ગેસ પર રાખો. ગોળને સારી રીતે પાણીમાં ઓગાળીને ગેસ બંધ કરી દો. ચોખા મુલાયમ થાય ત્યારે ખીરમાં કાજૂ, કિશમિશ અને બદામ ઉમેરો. ખીર બનીને તૈયાર થઇ જશે અને તે ઠંડી થાય બાદમાં તેમાં ઓગાળેલો ગોળ ગાળીને ઉમેરો, તૈયાર છે ગરમાગરમ ગોળની ખીર. ગાર્નિશિંગને માટે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરો. આ ખીરને તમે પિતૃઓને ભોગમાં ધરાવી શકો છો.
ટિપ્સ
– દૂધમાં ચોખા નાંખ્યા બાદ દર બે મિનિટમાં ખીરને હલાવતાં રહો તેનાથી ખીર વાસણમાં ચોંટશે નહીં.
– ગોળને ખીર ઠંડી થયા બાદ તેમાં ઉમેરો, ગરમ દૂધમાં ગોળ નાંખવાથી દૂધ ફાટી શકે છે.