- હેલ્થ અને ટેસ્ટમાં બેસ્ટ રહેશે આ ખીર
- પિતૃઓને તર્પણમાં ધરાવો માવાની ખીરનો ભોગ
- ઓછી વસ્તુ અને ઓછા સમયમાં થશે તૈયાર
શ્રાદ્ધ પક્ષમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓને ખીર અને પૂરીનું તર્પણ અર્પણ કરીએ છીએ એવું માનવામાં આવે છે કે કાગવાસ જે નાખીએ છીએ, તે સીધું પિતૃઓ સીધુ પહોંચે છે. જો કે છેલ્લે એ ખીર તો આપણે જ ખાવાની હોય છે. પિતૃઓની સાથે-સાથે આપણને પણ ખીરમાં નવો ફ્લેવર મળે તે માટે તમે આજે અહીં આપેલી શાહી ખીરને ટ્રાય કરી શકો છો. તેનો સ્વાદ સારો લાગે છે અને સાથે જ તે હેલ્થ માટે પણ સારી રહે છે.
શાહી ખીર
સામગ્રી
-100 ગ્રામ માવો
-2 ટી સ્પૂન ચોખા
-1 લીટર દૂધ
-4 ટી સ્પૂન ખાંડ
-10 નંગ બદામ
-15 થી 20 નંગ કિશમિશ
-15 નંગ કાજુ
-1/4 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
-10 નંગ પિસ્તા
-10 થી 15 તાંતણા કેસર
-1 ચમચી દૂધ
રીત
સૌપ્રથમ ચોખાને અડધો કલાક માટે પલાળી દો. ત્યાર બાદ બદામ, પિસ્તા અને કાજુની કતરણ કરી લો. હવે એક તપેલીમાં 1 લિટર દૂધને મીડીયમ આંચ પર 500-600 મિલી. થાય ત્યાં સુધી ગરમ કરો. પછી એમાં ચોખા ઉમેરો અને 2 મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ એમાં બદામ, પિસ્તા, કાજુની કતરણ, એલચી પાઉડર, કિશમિશ, ખાંડ અને એક ચમચી દૂધમાં પલાળેલું કેસર ઉમેરો. હવે એમાં માવો નાખી ધીમી આંચ પર 10 મિનિટ સુધી સતત હલાવો. આ પછી ગેસ પરથી ઉતારી ગરમ-ગરમ અથવા ફ્રીઝમાં ઠંડું કરીને ભોગ ધરાવો.