- ઓડિશાના ભુવનેશ્વરમાં વૈષ્ણવે ઉમેદવારી નોંધાવી
- 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે
- ઢોલ-નગારાના તાલે ઉમેદવારોએ ભર્યા ફોર્મ
બીજેડીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે,જ્યારે અશ્વિની વૈષ્ણવ ઓડિશામાંથી ચૂંટાયા હતા, ત્યારે તેમણે કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી તરીકે શપથ લીધા હતા.અને ઓડિશાના પ્રતિનિધિ રેલ્વે મંત્રી બન્યા તે એક મહત્વપૂર્ણ ઘટના છે. તેમણે ઓડિશાના વિકાસ માટે ખાસ કરીને રેલવે નેટવર્કના વિસ્તરણ માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા. વર્તમાન બજેટમાં,ઈસ્ટ કોસ્ટ ઝોન માટે 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે ઓડિશાની સમૃદ્ધિ અને વિકાસ માટે એક સકારાત્મક પગલું સૂચવે છે.
કયા નેતાઓએ ભર્યા ફોર્મ
ભાજપના ઉત્તરાખંડ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે આજે દેહરાદૂનમાં CM પુષ્કર સિંહ ધામી અને અન્ય પક્ષના નેતાઓની હાજરીમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ભટ્ટ ચમોલી જિલ્લાના બ્રાહ્મણ ચહેરો છે,અને તેમની ઉમેદવારીને રાજ્યમાં સંતુલિત કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.ભટ્ટ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બદ્રીનાથ વિધાનસભા બેઠક પરથી પણ ઉમેદવાર હતા. પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ ભંડારી સામે તેમની બેઠક હારી ગયા હતા.
નોમિનેશન દરમિયાન હાજર રહયા CM ધામી
ધામીએ કહ્યું, “હું કેન્દ્રીય નેતૃત્વ અને PM મોદીનો આભાર માનવા માંગુ છું, કે મહેન્દ્ર ભટ્ટને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા. તે આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. પાર્ટીના કાર્યકરો પણ ખુશ છે.” દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી. નડ્ડા હાલમાં હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. 14 ફેબ્રુઆરી, બુધવારના રોજ જાહેર થયેલી દ્વિવાર્ષિક રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની તેની તાજેતરની યાદીમાં, ભાજપે સાત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ચાર ગુજરાત માટે અને ત્રણ મહારાષ્ટ્ર માટે.
ગુજરાત,મહારાષ્ટ્ર,કર્ણાટક
નડ્ડા ઉપરાંત ભાજપે ગુજરાતમાંથી અન્ય ત્રણ નેતાઓ ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્ર માટે નોમિનીમાં મેધા કુલકર્ણી, અજીત ગોપછડે અને અશોક ચવ્હાણનો સમાવેશ થાય છે. RSની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજવાનું નિર્ધારિત કર્યું છે. આ તારીખે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં નામાંકન માટેની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામો તે જ દિવસે 27 ફેબ્રુઆરીએ જાહેરાત કરવામાં આવશે.


