બા. બ્ર. રાજેશમુનિજી મહારાજસાહેબ સંથારાની સાધના માટે ભારતભરમાં ‘સંથારા સમર્થ ગુરુભગવંત’ રૂપે સુપ્રસિદ્ધ થયેલ છે.
ગોંડલ સંપ્રદાયના ચારિત્રનિષ્ઠ ગુરુભગવંત બા. બ્ર. રાજેશમુનિજી મહારાજની કૃપાથી રશ્મિતાજી મહાસતીજી ભગવંતની અનુપમ ઐતિહાસિક અનશન આરાધના દરમ્યાન બે દીક્ષા, બે વડી-દીક્ષા અને બે સંથારાની સાધના ગુરુભગવંત બા. બ્ર. રાજેશમુનિજી મહારાજ સંથારાની સાધના માટે ભારતભરમાં ‘સંથારા સમર્થ ગુરુભગવંત’ રૂપે સુપ્રસિદ્ધ થયેલ છે.
રશ્મિતાજી મહાસતીજી ભગવંતને ૭-માર્ચ, ગુરુવારના રોજ તપ-આરાધનાનો ૪૯મો દિવસ ચાલી રહેલ છે. સંથારા સાધક મહાસતીજી ભગવંતના ભાવો સમતા-સમાધીમાં વધુને વધુ વર્ધમાન રહે તેમજ તેઓની સાધના પૂર્ણરૂપે સાર્થક બનાવવા ગુરુભગવંત તથા મુનિભગવંતો આદિ નિત્ય સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ વ્યાખ્યાન-વાંચણી અને બપોરે ૩-૧૫ થી ૪-૪૫ વાંચણી દરમ્યાન જિનવાણી વરસાવી રહેલ છે. અનંત ઉપકારી ગુરુણીભગવંત સ્વયં તથા સુશિષ્યા મહાસતીજી ભગવંતો સ્વાધ્યાય-વૈયાવચ્ચ આદિનો ભાવપૂર્વક અનુપમ લાભ લઈને સાધકની સાધનામાં સહયોગી બની રહેલ છે.
શ્રી ઋષભદેવ જૈન ઉપાશ્રય, ૧ તિરુપતિ નગર, નિર્મલા રોડ, ખાતે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦, બપોરે ૩-૩૦ થી ૪-૩૦, સાંજે ૫:૧૫ – ૬:૧૫ દરમ્યાન થવાની સંભાવના હોય છે. ‘શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ- રાજકોટ’ તથા ‘શ્રી ઋષભદેવ સ્થા. જૈન સંઘ’ આપને આજીવન અનશન આરાધનાની અનુમોદનાનો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે. શ્રી ઋષભદેવ ટ્રસ્ટ સંચાલિત સર્વે શ્રીસંઘોના શ્રાવક-શ્રાવિકાજીઓ અનેરા ઉત્સાહ અને ઉમંગથી શ્રીસંઘમાં સેવા આપી રહેલ છે. શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટના સ્થાપક સભ્યો રમેશ વિરાણી, પંકજ શાહ, દિલીપ સખપરા, પરેશ પટેલ, પ્રતિક કામદાર આદિ જૈન સમાજના અગ્રણીઓ અનશન અનુમોદના કરી રહેલ છે.