ઈરાનના કેમરન શહેરમાં બે જોરદાર વિસ્ફોટ થયા, જેમાં 103 લોકોના મોત થયા. જ્યારે 170થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીએ આ અંગે જાણકારી આપી છે. આ વિસ્ફોટો દેશના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયા હતા. ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સુલેમાનીની હત્યાની ચોથી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન આ વિસ્ફોટો થયા હતા.
ઈરાનના ડેપ્યુટી ગવર્નરે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. અમેરિકાએ વર્ષ 2020માં ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇ બાદ સુલેમાનીની ગણતરી દેશના સૌથી શક્તિશાળી લોકોમાં થતી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રસ્તા પર ઘણા મૃતદેહો જોવા મળે છે. ઈરાનના રાજ્ય મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં વિસ્ફોટ બાદ લોકોની ભીડ ભાંગતી જોવા મળી રહી છે. એવામાં, મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.


