- સિવિક સેન્ટરના પટાવાળા અને સિકયોરીટી ગાર્ડ લાંચ લેતા ઝડપાયા
- સિવિક સેન્ટરનો પટાવાાલો પ્રવિણ ઠાકોર
- સિકયોરીટી ગાર્ડ હરપાલસિંહ મકવાણા
ગુજરાતમાં લાંચિયા અધિકારીઓની કમી નથી,નાનામાં નાનુ કામ કરાવવા માટે પણ અધિકારીઓ રૂપિયાની માંગણી કરતા અચકાતા નથી,આજે ACB દ્રારા એક સાથે બે કર્મીઓને લાંચ લેતા ઝડપ્યાં છે.જેમાં પટાવાળો અને સિકયોરીટીએ ભેગા મળીને માંગી રૂપિયા 1200ની લાંચ.ટેકસબિલમાં નામ સુધારવા માટે લાંચ માંગી હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે.
લાંચિયા કર્મચારી ACBની લપેટમાં
તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામાન્ય બની ગયો છે.અમદાવાદની રાણીપ AMC સબ ઝોનલ ઓફિસમાં સિકયોરીટી ગાર્ડ અને પટાવાળા તરીકે ફરજ બજાવતા બે કર્મીઓને ACBએ રંગે હાથે ઝડપી લીધા છે.મહત્વની વાત તો એ છે કે બે કર્મીઓ વચ્ચે ફકત 1200 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.ટેકસબિલમાં નામ સુધારવા માટે આ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.તો ACBએ બન્ને કર્મચારીઓને ઝડપી ગુનો નોંધવાની કામગીરી હાથધરી છે.ACB દ્વારા આ બન્ને કર્મીઓની પૂછપરછ હાથધરાઈ છે,રૂપિયા આગળ કોને આપવામાં આવતા હતા તે તમામ વાતોની ACB ઝીણવટપૂર્વક નોંધ લઈ રહી છે.
મહેસાણામાં આજે 500 રૂપિયાની ટ્રેપ
મહેસાણા જિલ્લામા ACB સપાટો બોલાવ્યો છે. પહેલા વિસનગર શહેર પોલીસ સ્ટેશનની સેકન્ડ મોબાઇલ વાનનો સ્ટાફ 200 રુપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. હવે જેલ સહાયકને આણંદ ACBએ મહેસાણામાં ડિકોય ટ્રેપ ગોઠવીને ઝડપી લીધો છે. જેલમાં કેદીઓની મુલાકાત લાંચ લઈને કરાવવામાં આવતી હોવાને લઈ ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
વિસનગર પોલીસ સામે લાંચની ફરિયાદ
આ પહેલા ગાંધીનગર ACBએ વિસનગરમાં ડિકોય ટ્રેપનું આયોજન કરતા ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. ACBની ટીમે ડિકોય ટ્રેપમાં 200 રુપિયાની લાંચ લેતા સ્થળ પરથી બે પોલીસ કર્મી અને એક જીઆરડી જવાનને ઝડપી લીધો હતો.જ્યારે એક પોલીસ કર્મી ટ્રેપ થયાનું જાણતા જ સ્થળ પરથી દોટ મુકીને ભાગી છૂટ્યો હતો.


