- મૃતકો સાથે રહેતી બે મહિલાઓના વિઝા ગત ડિસેમ્બરમાં જ સમાપ્ત થયા હતા
- 24 ફેબ્રુઆરીએ માદક પદાર્થ તૈયાર કરતી વખતે ઘરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી
- નાઇજિરિયન મૂળના ચાર નાગરિકો 10 ફેબ્રુઆરીએ જ આ ઘરમાં ભાડે રહેવા આવ્યા હતા
દિલ્હીના બુરાડી વિસ્તારના વેસ્ટ કમલ વિહારમાં એક ઘરમાં ગત 24 ફેબ્રુઆરીએ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘવાયેલા બે નાઇજિરિયન નાગરિકોના સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનાથી આસપાસના લોકો પણ ચકિત રહી ગયા છે. અહેવાલો અનુસાર નાઇજિરિયન મૂળના ચાર નાગરિકો 10 ફેબ્રુઆરીએ જ આ ઘરમાં ભાડે રહેવા આવ્યા હતા. જેમાં ક્રિસ્ટન અને કંબરી નામની બે મહિલા પણ સામેલ હતી. બંનેનો વિઝા ગત ડિસેમ્બર સુધીનો જ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 24 ફેબ્રુઆરીની રાત્રે આ નાઇજિરિયન લોકો ઘરમાં કોઇ માદક પદાર્થ તૈયાર કરી રહ્યા હતા, જે દરમિયાન તેમણે કોઇ કેમિકલનો ઉપયોગ કર્યો હતો અને તેના કારણે વિસ્ફોટ થયો હતો અને ઘરમાં આગ લાગી ગઇ હતી અને બે લોકો દાઝી ગયા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના થયા બાદ પણ આસપાસના લોકોએ ન તો પોલીસને જાણ કરી હતી કે ન તો નાઇજિરિયન લોકોને કોઇ સૂચના આપી હતી.
સૂમસામ વિસ્તારમાં ઘર હતું :
ઘર નફીસ નામની વ્યક્તિનું હતું. આ ઘર સૂમસામ વિસ્તારમાં આવેલું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘટના સમયે મૃતકો અને તેમના મિત્ર નશા માટે કોઇ વસ્તુ તૈયાર કરી રહ્યા હતા, જેમાં કેમિકલ મિલાવતા જ તેમાં વિસ્ફોટ થયો હતો અને ઘરમાં આગ લાગી ગઇ હતી. પોલીસ તપાસ માટે
હાલ સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. નાઇજિરિયન દૂતાવાસને પણ ઘટનાની જાણકારી આપી દેવામાં આવી છે. બંને મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા.


