- 12 વર્ષીય કિશોર, 35 વર્ષીય પુરૂષનું ટ્રેન અડફેટે મોત
- મોડી રાત્રે પીઠડીયા અને વીરપુર વચ્ચેનો બનાવ
- બંને મૃતકોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ
જેતપુરમાં ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોત થયા છે. જેમાં 12 વર્ષીય કિશોર, 35 વર્ષીય પુરૂષનું ટ્રેન અડફેટે મોત થયુ છે. મોડી રાત્રે પીઠડીયા અને વીરપુર વચ્ચે આ બનાવ બન્યો છે. તેમાં બંને મૃતકોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ છે. તથા મૃતદેહને સરકારી હોસ્પિટલ લવાયા છે.
નવસારીનાં ગણદેવીનાં રહેજ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો
અગાઉ નવસારીનાં ગણદેવીનાં રહેજ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિરડી સાંઈબાબા દર્શનાર્થે જતા ભક્તોને બે બાઈક ચાલકોએ અડફેટે લીધા હતા. પગપાળા જતા 11 થી વધુ ભક્તોને ઈજાઓ થવા પામી હતી. શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માત કરનારા બાઈક ચાલકોની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટનાને લઈ ગણદેવી પોલીસે તપાસ શરૂ કરી છે.
ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો
અમદાવાદનાં રામોલમાં બેફામ કાર ચાલકે એક કિશોરને અડફેટે લીધો હતો. ન્યૂ આરટીઓ માર્ગ પર જતી કારે કિશોરને ટક્કર મારી હતી. આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરને ટક્કર માર્યા બાદ કાર ખાડામાં ખાબકી હતી. કાર ચાલકને સ્થાનિકોએ ઝડપી લીધો હતો. તેમજ ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.


