- ફરી કુખ્યાત સોમાલિયામાં બની ચકચારી ઘટના
- અમેરિકી સૈન્યના બે ખલાસી ગુમ થતા સર્ચ
- અગાઉ સોમાલિયામાં જહાજને હાઈજેક કરાયું હતું, જેમાં 15 ભારતીય ક્રૂ સામેલ હતા
સોમાલિયાના તટ પર ગુરુવારની સાંજે ઓપરેશન દરમિયાન અમેરિકી નેવાની બે નાવિક લાપતા થયા છે. અમેરિકી સૈન્યએ પોતાના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપી હતી. નેવી અનુસાર ખલાસીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે ખલાસીઓને અમેરિકી નેવીના પાંચમા મોટા દળમાં તૈનાત કરાયા હતા. જેની હેઠળ સૈનિકોના કેટલાક અભિયાનો હાથ ધરવામાં આવતા હોય છે. નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે જ્યાં સુધી સર્ચ ઓપરેશન પૂર્ણ નહિ થાય ત્યાં સુધી વધારાની જાણકારી નહીં આપી શકાય. સોમાલિયાના તટથી જ હાઈજેક થયેલા જહાજમાં ક્રૂમાં 15 ભારતીય પણ હતા. તાજેતરમાં સોમાલિયા પાસેથી એક જહાજને હાઈજેક કરાયું હતું. જેની ઉપર લાઈબેરિયાના ઝંડા લગાવવામાં આવ્યા હતા. અરબી સમુદ્રથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાંચથી છ હથિયારધારી અજાણ્યા લોકો જહાજ પર ચઢી આવી અને જહાજના અપહરણનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી ભારતીય નેવીએ આઈએનએસ-ચેન્નઈને રવાના કર્યું હતું.
સોમાલિયા હોર્ન ઑફ આફ્રિકા પર આવેલું છે, જેની એક બાજુ ભારતીય મહાસાગર અને બીજી બાજું એડનની ખાડી આવેલી છે. ઈન્ટરનેશનલ શિપિંગ રૂટ પણ સોમાલિયાની નજીકથી પસાર થાય છે. આ કારણથી સોમાલિયાની નજીક દરિયાઈ ચાંચિયાનો ખતરો રહેતો હોય છે.


