- લોનની રકમ જેટલી રકમ ભરી દેવા કોર્ટનો આદેશ
- બૅંક લોન લઇને હપ્તા ન ભરનારાઓ માટે લાલબત્તી સમાન ચુકાદો
- બેંકના વકીલએ નામદાર પાદરાની એડી ચીપ્સ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો
પાદરા નગર નાગરિક સહકારી બેંકમાંથી નિશાંત દિલીપભાઈ પટેલે 28 લાખ તથા ભૈરવી અપૂર્વ પટેલ દ્વારા રૂા.28 લાખની લોન લેવામાં આવી હતી. લોન લીધા બાદ નિયમિત રીતે બેંકમાં હપ્તા નહીં ભરતા પાદરા નગર નાગરિક બેંકના અધિકૃત અધિકારીઓ દ્વારા બેંક દ્વારા આપેલ લોનના બદલામાં લોન ભરપાઈ કરી આપવા માટે નિશાંત તેમજ ભૈરવીને વારંવાર સમજાવેલ હતા. પરંતુ બેંક દ્વારા ધીરેલ લોનના નાણા પરત નહિ કરતા બેંક દ્વારા લોનની રકમ રિકવરી કરવા માટે નિશાંત અને ભૈરવીએ પોતાના ખાતાના નગર નાગરિક સહકારી બેંકના ચેક આપવામાં આવેલ અને જે ચેકની રકમ લોનની બાકી રકમ ભરપાઈ કરવા આપેલા ચેક બેંક દ્વારા ખાતામાં જમા કરાવતા ચેક વસૂલાત વગર પરત ફરેલો હતો. બેંકના નાણા વસૂલ થયેલ ન હતા. તેથી બેંકના વકીલ જીગર પંડયા મારફ્તે નિશાંત દિલીપ પટેલ અને ભૈરવી અપૂર્વ પટેલને કાયદેસરની નોટિસ અપાઇ હતી. તેમ છતાં નીશાંત અને ભૈરવીએ લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેંકના વકીલ જીગર પંડયાએ નામદાર પાદરાની એડી ચીપ્સ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ થતા નામદાર કોર્ટે નિશાંત પટેલ અને ભૈરવી પટેલને નોટિસ આપતા કોર્ટ સમક્ષ તેઓના વકીલ મારફ્તે હાજર રહ્યા હતા. પરંતુ બાકી રકમની ચુકવણી નહીં કરતા નામદાર કોર્ટ દ્વારા કેસ આગળ ચલાવવામાં આવેલ આવ્યો હતો.
કેસમાં બેંકના બાકી નીકળતી રકમ બેંકમાં નહીં જમા કરાવતા પાદરાના મેજિસ્ટ્રેટ ઝે.એન.મુનશીની કોર્ટમાં બેંકના વકીલ જીગર પંડયાએ ધારદાર રજૂઆત અને જરૂરી પુરાવો રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા બેંકમાંથી લીધેલ નાના ભરપાઈ નહીં કરતા નિશાંત દિલીપ પટેલ અને ભૈરવી અપૂર્વ પટેલ વિરોધમાં ફરિયાદ ની રકમ જેટલો દંડ તેમજ બે વર્ષની જેલ સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
તેથી બેંકમાંથી લોન લઈ ભરપાઈ નહીં કરતા લોકો સામે લાલ બત્તી સમાન કિસ્સો અસ્તિત્વમાં આવ્યો છે. નામદાર કોર્ટ દ્વારા નિશાત દિલીપભાઈ પટેલ અને ભૈરવી અપૂર્વ પટેલ ને ધી નેગોસીબલ ઇન્સ્યુએટમેન્ટ 138ના શિક્ષાપાત્ર તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ તેમજ રકમ રૂા.27,47000 વળતરરૂપે ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે. નિશાંત અને ભૈરવી રકમ ચૂકવવામાં નિષ્ફ્ળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં આરોપી નામદાર કોર્ટના હુકમ વખતે નામદાર કોર્ટ સમક્ષ હાજર ન હોવાથી આરોપી વિરુદ્ધનું સર્ચ વોરંટ પાદરા પોલીસ સ્ટેશનમાં આ અંગે બજવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને લઇને બેંકોમાંથી લોન લઇને હાથ ઊંચા કરી દેનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે


