પાડોશી દેશ ચીનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચક્રવાત આવવાનો સીલસીલો યથાવત્ છે. હોંગકોંગ શહેરને પાર કર્યા પછી શક્તિશાળી ચક્રવાત યાગી શનિવારે હૈનાન પ્રાંતમાં ટકરાયું છે. આના લીધે ત્યાં સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. હૈનાન પ્રાંતની હવામાન કચેરીએ જણાવ્યું કે, યાગી તોફાનથી આશરે 245 કિલોમીટર પ્રતિ કલાકથી પવન ફુંકાવો થયો છે.
ચીનમાં 245 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાયો
આ તોફાન સ્થાનિક સમય સમય પ્રમાણે સાંજે વેનચાંગ શહેર પહોંચ્યું અને બેઈબુ ખાડી તરફ વધતા પહેલા દ્વીપના બીજા હિસ્સાઓને અસર કરવાની આશંકા છે.
સૌથી શક્તિશાળી તોફાન યાગી
ચીનની રાષ્ટ્રીય હવામાન કચેરીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે યાગી શરદ ઋતુમાં ચીનમાં આવતું સૌથી શક્તિશાળી ચક્રવાત છે. વધુમાં તેમને જણાવ્યું કે, ચીનના હૈનાનમાં આશરે ચાર લાખથી વધુ લોકોને સલામત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. સંભવિત પૂરથી વચવા ઈમારતોની બહાર રેતીની બોરીઓ મૂકી દેવામાં આવી છે. તેમજ ઘરોની બારીઓને મજબૂત બાંધી દેવામાં આવી છે.
ચક્રવાતને લઈ હાઈએલર્ટ જાહેર કરાયું
મળતી માહિતી અનુસાર, બુધવારે સાંજથી જ પ્રાંતના કેટલાક હિસ્સાઓમાં શાળાઓ, કચેરીઓ, પરિવહન, દુકાનો, મૉલ બંધ કરવામાં આવ્યા છે. કેટલાક પર્યટક કેન્દ્રોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને દ્વીપના ત્રણ એરપોર્ટથી સંચાલિત ફલાઈટને ત્રણ દિવસ કરતાં વધુ દિવસ માટે કેન્સલ કરવાની શક્યતા છે. ગ્વાંગ્શીના કિંગઝોઉ શહેરને તોફાનને જોતા હાઈએલર્ટ જાહેર કરાયું છે. શનિવાર બપોરે વિસ્તારના ફેંગચેંગગાંગ શહેર અને ઉત્તરી વિયેતનામના તટીય વિસ્તાર વચ્ચે ફરીથી ટકરાઈ શકે છે. આ અગાઉ શુક્રવારે યાગી ચક્રવાતને લીધે હોંગકોંગમાં શેરબજારમાં કારોબાર, બેંક સેવાઓ અને શાળા-કૉલેજ બંધ રાખવામાં આવ્યા હતી.
હોંગકોંગમાં કેવી સ્થિતિ છે?
હોંગકોંગમાં ચક્રવાત યાગીને લીધે 270 કરતાં વધુ લોકોને હંગામી સરકારી આશ્રય સ્થળો પર શરણ લેવાની નોબત આવી હતી. તેમજ શહેરમાં 100થી વધુ ફલાઈટ રદ્દ કરવી પડી હતી. નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે જુદીજુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પવનને લીધે ડઝન જેટલાં વૃક્ષો ધરાશાયી થયા છે. યાગી ઉષ્ણ કટિબંધ તોફાન છે જે ઉત્તર-પશ્ચિમી ફિલીપાઈન્સથી દક્ષિણ ચીન સાગર તરફ વધ્યું છે. આના લીધે ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયા અને 17 લોકોનો કોઈ અતોપતો નથી. મોટાભાગના મોત ભૂસ્ખલન અને પૂરને લીધે થયા છે.ઉત્તર અને મધ્ય પ્રાંતોમાં 20 લાખથી વધુ લોકો આ તોફાનથી પ્રભાવિત છે.


