- અન્ય દેશ પર આક્રમકતા દેખાડવાનું પડી શકે છે ભારે
- રશિયા પર આ પ્રતિબંધ નવલનીના નિધન બાદ આવ્યા
- રશિયાની નજીકની 200 કંપનીઓ અને વ્યક્તિઓ પર લાગૂ થયા પ્રતિબંધ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શુક્રવારે રશિયાની સામે નવા 500થી વધારે પ્રતિબંધની જાહેરાત કરી છે. તેની પાછળનું કારણ યૂક્રેનની સામે લડાઈ અને રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નવલનીનું કેદમાં મોત જણાવવામાં આવી રહ્યું છે. અમેરિકી પ્રેસિડન્ટના આધારે આ નિયમના આધારે નવલનીના મોતને માટે જવાબદાર લોકો અને રશિયાની સેનાને નિશાન બનાવાયું છે.
આક્રમકતા દેખાડવું પડી રહ્યું છે ભારે
બાઈડેનના અનુસાર આ પ્રતિબંધ એ દર્શાવે છે કે અન્ય દેશ પર આક્રમકતા દેખાડવાનું અને ઘરેલૂ સ્તરે દમન કરવાનું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને માટે ભારે કિંમત ચુકવવા જેવું છે. અમેરિકાના પ્રેસિડન્ટ દ્વારા રશિયાની સામે આ પ્રતિબંધ નવલનીના નિધન બાદ આવ્યા છે. હાલમાં પુતિનના કટ્ટર આલોચક નવલનીનું રહસ્યમય સ્થિતિમાં મોત થયું હતું.
100 કંપનીઓ અને વ્યક્તિઓ પર લગાવાયા પ્રતિબંધ
અમેરિકાએ રશિયાની સામે 100 કંપની અને વ્યક્તિઓ પર કડક પ્રતિબંધ લગાવ્યા છે. એટલું નહીં યૂરોપીય સંઘે પણ રશિયાની નજીકની 200 કંપની અને વ્યક્તિઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
રશિયા વિદેશ મંત્રાલયનું આવ્યું નિવેદન
અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવ્યા બાદ રશિયા વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું છે. આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે રશિયામાં પ્રવેશથી પ્રતિબંધિત યૂરોપીય સંઘના અધિકારીઓ અને નેતાઓના લિસ્ટને વધારી દેવામાં આવ્યું છે.
પહેલા યોજના બનાવી રહ્યું હતું અમેરિકા
આ પહેલા પણ એ સમાચાર સામે આવ્યા કે યૂક્રેન પર સતત હુમલાને જોતા સંયુક્ત રાજ્ય અમેરિકા રશિયા પર કડક પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. નાણા વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે અમેરિકા, રશિયા અને તેના સમર્થકો અને તેમની યુદ્ધ મશીનો પર મોટો પ્રહાર કરશે.


