અંડર-19 એશિયા કપની ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીનું બેટ શાંત રહ્યું. 14 વર્ષના આ બેટ્સમેને પાકિસ્તાન સામે જોરદાર ડેબ્યૂ કર્યું, પરંતુ 10 બોલમાં 26 રન બનાવ્યા બાદ તેને પોતાની વિકેટ ગુમાવી દીધી. વૈભવને પણ જીવનદાન મળ્યું.
પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. તેના આઉટ થયા પછી વૈભવ અને પાકિસ્તાની બોલર અલી રાજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અલી રાજાના આક્રમક સેલિબ્રેશનથી વૈભવ સ્પષ્ટપણે નારાજ હતો અને તેને મેદાનની વચ્ચે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
વૈભવ સૂર્યવંશી અને અલી રાજા વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
વૈભવે પોતાની ઈનિંગની શરૂઆત ધમાકેદાર રીતે કરી. તેને પોતાની પહેલી ઓવરમાં 21 રન બનાવ્યા. 10 બોલમાં 26 રન બનાવ્યા પછી તેને અલી રાજા સામે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની ધાર અડીને કીપરના ગ્લોવ્સમાં ગયો. વૈભવને આઉટ કર્યા પછી અલી રાજા આક્રમક રીતે સેલિબ્રેશન કરતો જોવા મળ્યો.
અલી રાજાએ પેવેલિયન પરત ફરી રહેલા વૈભવને પણ કંઈક કહ્યું કે જેનાથી અચાનક 14 વર્ષનો બેટ્સમેન ગુસ્સે થઈ ગયો. વૈભવ પાછળ ફરીને રાજાને કંઈક કહ્યું કે પછી જમીન તરફ હાથ ઈશારો કર્યો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સમીર મિન્હાસની શાનદાર ઈનિંગ
ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી. હમઝા ઝહૂર માત્ર 18 રન બનાવીને આઉટ થયો. પરંતુ ત્યારબાદ સમીરે ઉસ્માન ખાન સાથે બીજી વિકેટ માટે 91 રન બનાવ્યા. ઉસ્માન 35 રન બનાવીને આઉટ થયો. સમીરે એક છેડેથી પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી, 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
ફિફ્ટી ફટકાર્યા પછી સમીરે તેની પ્રભાવશાળી બેટિંગ ચાલુ રાખી અને બીજા છેડે અહેમદ હુસૈનનો સપોર્ટ મળ્યો. સમીરે 71 બોલમાં તેની સદી પૂરી કરી. શાનદાર બેટિંગ કરતા સમીરે 113 બોલમાં 172 રનની શાનદાર ઈનિંગ રમી. સમીરની શાનદાર ઈનિંગને કારણે પાકિસ્તાન અંડર-19 એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ ફાઈનલ સ્કોર બનાવવામાં સફળ રહ્યું.
આ પણ વાંચો: IND Vs PAK: ફાઈનલ મેચમાં પાકિસ્તાની બોલરે ભારતીય કેપ્ટનની વિકેટ લીધા પછી કર્યું શરમજનક કામ, જુઓ VIDEO


