ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર ક્રિકેટના મેદાન પર એકબીજા સામે ટકરાશે. પરંતુ આ વખતે યુવા ટીમો વચ્ચેનો મેચ થશે. આ વખતે પણ એશિયા કપ ફાઈનલ છે, જે આ રવિવારે રમાશે. મેચ શરૂ થાય તે પહેલાં તમને જણાવી દઈએ કે તે કયા સમયે શરૂ થશે.
ભારતે શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં મેળવ્યું સ્થાન
અંડર-19 એશિયા કપમાં હવે ફક્ત એક જ મેચ બાકી છે. ભારતીય ટીમે પોતાનો અજેય પ્રવાસ ચાલુ રાખ્યો છે. શુક્રવારે સેમીફાઈનલમાં ભારતની યુવા ટીમે શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાને પણ બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પાકિસ્તાને પણ મેચ 8 વિકેટથી જીતી હતી.
વરસાદને કારણે સેમીફાઈનલ મેચ ઓછી ઓવરની કરવામાં આવી
આ એશિયા કપ ટુર્નામેન્ટ T20 ટુર્નામેન્ટ નથી, પરંતુ શુક્રવારે મેચ T20 ફોર્મેટમાં રમાઈ. દુબઈમાં ભારે વરસાદ અને ભીના મેદાનને કારણે મેચ સમયસર શરૂ થઈ શકી નહીં. મેદાન પાછળથી સુકાઈ ગયું, જેના કારણે મેચ શક્ય બની. ભારત-શ્રીલંકા મેચ 20 ઓવરની હતી, જ્યારે પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ 27 ઓવરની હતી. બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું અને પોતપોતાની જીત મેળવી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે સવારે 10:30 વાગ્યે શરૂ થશે
હવે ફાઈનલની વાત કરીએ તો આ મેચ રવિવારે રમાશે. આ મેચ દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાશે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા બરાબર 10 વાગ્યે થશે. આ મેચ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.
ક્યાં જોઈ શકાશે આ મેચ
મેચના લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો દ્વારા ટીવી પર જોઈ શકો છો. મોબાઈલમાં આ મેચ સોની લિવ એપ જોઈ શકાશે.
અંડર 19 એશિયા કપ ફાઈનલમાં કેવી રહેશે ભારતીય ટીમ?
પાકિસ્તાન સામેની મોટી મેચ માટે ટીમ ઈન્ડિયા કોઈ ફેરફાર નહીં કરે તેવી શક્યતા છે. શ્રીલંકા સામેની સેમીફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સરળતાથી જીત મેળવી હતી. તેથી વિનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવાનો કોઈ અર્થ નથી. કેપ્ટન આયુષ મ્હાત્રે પાકિસ્તાન સામેની ફાઈનલમાં કોઈ ફેરફાર કર્યા વિના જઈ શકે છે.
ફાઈનલ માટે ભારતની સંભવિત પ્લેઈંગ 11
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનીલ પટેલ.
આ પણ વાંચો: Fact Check: પાકિસ્તાનમાં મેન ઓફ ધ મેચ વિનરને મળી એક બકરી અને બે બોટલ તેલ! જાણો શું છે સત્ય


