- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે U19 વર્લ્ડકપની ફાઇનલ રમાશે
- વિલોમૂર પાર્કમાં સિનિયર્સની હારનો બદલો લેવા ઉતરશે યુવા સિંહો
- 6 મહિનામાં બીજી વખત ICC ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે
ભારતીય ટીમ મંગળવારે દક્ષિણ આફ્રિકાને હરાવીને અંડર-19 વર્લ્ડ કપમાં 9મી વખત ફાઇનલમાં પહોંચી છે. હવે ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. હવે 11મી ફેબ્રુઆરીને રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ ભારત અને ઓસ્ટ્રેલિયા વરિષ્ઠ ટીમોના ODI વર્લ્ડ કપમાં આમને-સામને હતા. ત્યાં ટીમ ઈન્ડિયાના ચાહકોના સપના ચકનાચૂર થઈ ગયા પરંતુ અહીં યુવા સિંહો સિનિયર્સની હારનો બદલો લેવા ઉતરશે. આ પહેલા ભારત પાંચ અંડર-19 વર્લ્ડ કપ ટાઈટલ જીતી ચૂક્યું છે.
12મી ફેબ્રુઆરીના રોજ રમાશે ફાઈનલ
અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12 ફેબ્રુઆરીએ વિલોમૂર પાર્ક, બેનોનીમાં રમાશે. જેના માટે બંને ટીમો હવે તૈયાર છે. બીજી તરફ, ચાહકો ફરી એકવાર રોમાંચક મેચ જોવા માટે તૈયાર છે. અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ ચોક્કસપણે ચાહકોને થોડી ખુશી આપવા માંગશે. કારણ કે ભારતીય ચાહકો હજુ પણ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની હારને ભૂલી શક્યા નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયા 6 મહિનામાં બીજી વખત ICC ટૂર્નામેન્ટમાં સામસામે
વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હાર્યાને 6 મહિના પણ નથી થયા. હવે 6 મહિનાની અંદર ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મોટી ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં આમને-સામને છે. આ વખતે ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ 2024ના ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી છે અને ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ વખત અંડર-19નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે 5 વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. તેમ છતાં આ વખતે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર મળવાની છે.
ફાઇનલમાં આ ખેલાડીઓ પર મોટી જવાબદારી રહેશે
ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહારન અંડર-19 વર્લ્ડ કપ 2024માં શાનદાર ફોર્મમાં છે. ઉદયે આ ટૂર્નામેન્ટની દરેક મેચમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટનશિપની ઈનિંગ્સ રમી છે. આ સિવાય મુશીર ખાન, સચિન ધાસ અને સૌમ્યા પાંડે પણ શાનદાર ફોર્મમાં છે. હવે ફરી એકવાર આ તમામ ખેલાડીઓ પર ફાઇનલમાં મોટી જવાબદારી આવવાની છે.
ઉન્મુક્ત ચંદે 2012માં જીત અપાવી હતી
અંડર 19 વર્લ્ડ કપ 2012ની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઉન્મુક્ત ચંદની સદીની મદદથી ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. હવે 12 વર્ષ બાદ બંને ટીમો ફરી આમને-સામને છે. જોવું એ રહ્યું કે ઉદય સહારનની કપ્તાની હેઠળની ભારતીય ટીમ છઠ્ઠી વખત આ ખિતાબ જીતી શકશે કે નહીં.


