ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે વધુ એક દેશે વીઝા ઓન અરાઇવલની સર્વિસ આપવા માટે જાહેરાત કરી છે. 6 દેશમાં વસવાટ કરતા ભારતીયો આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. હમણા સુધી સિંગાપુર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેંડ, કેનેડાએ ભારતીયોને વીઝા ઓન અરાઇવલની સર્વિસ આપી છે. પરંતુ હવે તમે વીઝા ઓન અરાઇવલ સર્વિસની સુવિધાથી દુબઇમાં પણ ફરી શકશો.
પાસપોર્ટ હોલ્ડર્સ માટે ખુશ ખબર !
સંયુક્ત અરબ અમીરાતે પણ ભારતીયોને વીઝા ઓન અરાઇવલની સર્વિસ આપવાની જાહેરાત કરતા પાસપોર્ટ હોલ્ડર્સમાં ખુશીનો માહોલ છે. દુબઇ ફરવા માટે આ એક શાનદાર તક છે. સિંગાપુર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેંડ, કેનેડાએ ભારતીયોને વીઝા ઓન અરાઇવલની સર્વિસ આપી છે. આ છ દેશમાં ગ્રીનકાર્ડ કે રેજિડેંટ પરમિટ હોલ્ડર ભારતીય નાગરિક UAEમાં વીઝા ઓન અરાઇવલની સર્વિસનો લાભ લઇ શકશે. વેપારી વર્ગને આનીથી ઘણો ફાયદો થશે. તો સાથે જ સાઉદી અરબ પ્રવાસન ક્ષેત્રમાં સારો વિકાસ થશે.
13 ફેબ્રુઆરીથી શરુ થઇ ચુકી છે સર્વિસ
ભારતીયો માટે વીઝા ઓન અરાઇવલની સર્વિસની શરૂઆત 13 ફેબ્રુઆરીથી થઇ ચુકી છે. આ સર્વિસ અગાઉ સંયુક્ત રાજ્ય અમેરિકા, યુરોપીય સંઘના સભ્ય દેશ અને યુનાઇટેડ કિંગડમના પરમાનેંટ રેજિડેંટ પરમિટ હોલ્ડર ભારતીય નાગરિકો માટે લાગૂ હતી. તો 6 દેશમાં વસવાટ કરનાર ભારતીયોને આ સુવિધાનો લાભ મળશે. પરંતુ આ તમામની વચ્ચે કેટલીક શરતોનું પણ પાલન કરવામાં આવશે. જેમાં ઓછામાં ઓછી 6 મહિનાની માન્યતા ધરાવતો માન્ય પાસપોર્ટ, માન્ય વિઝા, નિવાસી પરમિટ અથવા ગ્રીન કાર્ડનો સમાવેશ થાય છે. UAEની આ પહેલનો હેતુ ભારતીયો માટે દુબઇનો પ્રવાસ સરળ કરવાનો તથા અરબ દેશોમાં નવા વેપારને પ્રાધાન્ય આપવાનો છે.
ત્રણ શ્રેણીમાં મળશે વીઝા સર્વિસ
UAE ભારતીયોને 3 શ્રેણીઓમાં વિઝા સેવાઓ પૂરી પાડશે. 4 દિવસના વિઝા ઓન અરાઇવલનો ખર્ચ AED100 છે. વીઝા ઓન અરાઇવલ માટે 14 દિવસનો વિઝા 250 AED અને 60 દિવસનો વિઝા 250 AED છે. સિંગલ ટાઇમ ટૂરિસ્ટ વિઝા 30 દિવસ અથવા 60 દિવસ માટે માન્ય છે. મલ્ટીપલ એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા 30 દિવસ અથવા 60 દિવસ માટે માન્ય છે. મલ્ટી એન્ટ્રી વિઝા 5 વર્ષ માટે પણ હોઈ શકે છે. એક ટ્રાન્ઝિટ વિઝા 48 કલાક માટે માન્ય છે અને બીજો 96 કલાક માટે. અરવેલ પરના વિઝા રાષ્ટ્રીયતાના આધારે 30 કે 90 દિવસ માટે માન્ય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં સમાવિષ્ટ દેશોના રહેવાસીઓ માટે ઈ-વિઝા સેવા ઉપલબ્ધ છે.


