- રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી યુદ્ધ યથાવત્
- યુક્રેને રશિયાના 248 સૈનિકોને મુક્ત કર્યા
- સંયુક્ત આરબ અમીરાતની મધ્યસ્થતાને લીધે કરાર અમલમાં
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રથમવાર બંને પક્ષોની તરફથી કરાર કરાયો છે. આ કરાર હેઠળ યુક્રેને રશિયાના 248 સૈનિકોને છોડી મૂક્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે આ કરાર સંયુક્ત આરબ અમીરાતની મધ્યસ્તતાથી શક્ય બન્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, યુએઈની મધ્યસ્તાથાને લીધે યુક્રેને બંદી બનાવેલા 248 રશિયન સૈનિકોને છોડયા છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ત્રીજી જાન્યુઆરીએ ઘણી મહેનત બાદ યુક્રેને સૈનિકોને છોડયા. અમે યુએઈની તરફથી માનવતા માટે કરાયેલા પ્રયાસની પ્રસંશા કરીએ છીએ. મુક્ત કરાયેલા સૈનિકો માટે સૈન્યનું વિમાન મોકલાશે અને તેઓની સારવાર કરવામાં આવશે.
આશરે બે વર્ષ સુધી ભીષણ યુદ્ધ દરમ્યાન યુક્રેન અને રશિયાએ પ્રથમવાર કરાર સ્તરની વાતચીત કરી રહ્યા છે. બંને દેશનું વલણ યુદ્ધને લઈ અગાઉની સરખામણીએ નરમ પડયું છે. રશિયાના ડેપ્યુટી વિદેશમંત્રી સર્ગેઈ વર્સિનિને કહ્યું કે અમે યુક્રેન સાથે બંદી બનાવેલા સૈનિકોની અદલા-બદલીના વિરોધમાં નથી. જો રેડ ક્રોસ આમાં મધ્યસ્તા કરે તે અમને કોઈ વાંધો નથી.
રશિયાએ કેટલા સૈનિકો મુક્ત કર્યા ?
રશિયાએ આ કરાર હેઠળ યુક્રેનના 230 સૈનિકોને છોડી દીધા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જૅલેન્સકી ટવિટર પર લખ્યું કે, અમે 230 સૈનિકોને રશિયાની કેદથી છોડાવ્યા છે.
જો કે આવું પ્રથમવાર નથી થયું. આની પહેલા પણ 48 વખત આવી ડીલ થઈ ચૂકી છે.


