દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઈલ્સ’ની રિલિઝ પર વચગાળાનો સ્ટે લગાવ્યો છે. શુક્રવાર એટલે કે 11 જુલાઈએ ‘ઉદયપુર ફાઈલ્સ’ ફિલ્મ રિલિઝ થવાની હતી પણ હવે આ ફિલ્મ આવતીકાલે રિલિઝ નહીં થાય. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી સરકારે કોઈ નિર્ણય નહીં કરે, ત્યાં સુધી ફિલ્મની રિલિઝ પર પ્રતિબંધ યથાવત રહેશે.
અરજી દાખલ કરવા માટે 2 દિવસનો સમય માગ્યો
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અમારા મત મુજબ અરજદારે આ કાયદાની કલમ 6 હેઠળ કેન્દ્ર સરકારની પાસે અરજી દાખલ કરવી જોઈએ. કેન્દ્રની પાસે આ સેક્શન હેઠળ ફિલ્મની રિલિઝ રોકવાનો અધિકાર છે. હાઈકોર્ટે જમીયત ઉલેમા-એ-હિંદને સરકારની પાસે અરજી દાખલ કરવા માટે 2 દિવસનો સમય માગ્યો છે. હાઈકોર્ટે સરકારને કહ્યું કે જો તેમની પાસે આવી અરજી આવે છે તો તે 1 અઠવાડિયામાં નિર્ણય લેશે. CBFC તરફથી હાજર થયેલા ASGએ કહ્યું કે તમે ફિલ્મ જોવો, તે કોઈ સમુદાય પર બનાવવામાં આવી નથી પણ તે એક ચોક્કસ ગુના પર આધારિત ફિલ્મ છે. ફિલ્મની કહાની એ જ છે કે સાંપ્રદાયિક નફરતના બીજ રોપવામાં આવી રહ્યા છે અને સરહદ પાર પણ આયોજનબદ્ધ રીતે ફેલાવવામાં આવી રહ્યા છે. આપણે બધાએ સાથે રહેવું જોઈએ તેવા સમુદાયના નિવેદનોનો પણ આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
લગભગ 1 લાખ ટિકિટ બુક થઈ ગઈ હતી
CBFC બોર્ડ આ ફેક્ટથી અવગત છે કે કોઈ સમુદાય વિશેષને ટાર્ગેટ ના કરવો જોઈએ, પછી તે કોઈ પણ સમુદાય કેમ ના હોય. તેમને કહ્યું કે ફિલ્મનો વિષય કોઈ સમુદાય નથી. વિષય ગુનો છે. દેવબંધનો રેફરન્સ બદલી દેવામાં આવ્યો છે, નુપૂર શર્મા અથવા જ્ઞાનવાપીનો સંદર્ભ હટાવી દેવામાં આવ્યો છે. ફિલ્મા નિર્માતાના વકીલે કહ્યું કે મારી પાસે કન્હૈયા લાલા હત્યાકાંડમાં NIAની ચાર્જશીટ છે, તેમાં પણ આ કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે તમે તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલી જાણકારીના આધાર પર ફિલ્મની કહાનીને યોગ્ય ના ઠેરવી શકો. વધુમાં વકીલે કહ્યું કે તે કહેવું ખોટું છે કે તમામ મુસ્લિમોને નકારાત્મક રીતે બતાવવામાં આવ્યા છે. 55 કટ એ વાતનો પુરાવો છે કે સાંપ્રદાયિક દુશ્મનાવટના પાસાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આ ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની હતી, તેના માટે 1800 થિયેટરો બુક થયા છે, લગભગ 1 લાખ ટિકિટ બુક થઈ ગઈ છે.