- યુજીસી નેટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાય છે
- ચેન્નાઈ-આંધ્રપ્રદેશમાં કુદરતી આફતના કારણે મોડુ
- દેશમાંથી 9.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ (NET)નું પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ અગાઉ પરિણામ જાહેર કરવાની તારીખ 10મી જાન્યુઆરી હતી પરંતુ ચેન્નાઈ-આંધ્રપ્રદેશમાં કુદરતી આફતના કારણે તેને બદલીને 17મી જાન્યુઆરી કરવામાં આવી હતી.
17મી જાન્યુઆરી પરિણામ જાહેર થશે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ડિસેમ્બર 2023માં લેવાયેલી નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ પરીક્ષાનું પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. 19 ડિસેમ્બરથી ઉમેદવારો આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. અગાઉ પરિણામ જાહેર કરવાની તારીખ 10મી જાન્યુઆરી હતી પરંતુ ચેન્નાઈ-આંધ્રપ્રદેશમાં કુદરતી આફતના કારણે તેને બદલીને 17મી જાન્યુઆરી કરવામાં આવી હતી.
આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે યુજીસી અને નેટની પરીક્ષા
ભારતની યુનિવર્સિટીમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે યુજીસી અને નેટની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા લેવામાં આવે છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં જોડાવા માટે યુજીસી નેટ પરીક્ષા કરવી ફરજિયાત છે. આ પરીક્ષા દર વર્ષે બે વાર યોજાય છે. આ પરીક્ષા જુન-ડિસેમ્બરમાં યોજાય છે. જેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેની વેબસાઈટ ugcnet.nta.nic.in છે. આ વર્ષે યોજાઈ ગયેલી યુજીસી નેટની પરીક્ષા લેવાઈ ગઈ છે જેના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈને બેઠાં છે. પરંતુ આ વર્ષે યોજાઈ ગેયલી પરીક્ષાના પરિણામની તારીખ બદલવામાં આવી છે. જે અંગે વધુમાં આપને જણાવીએ.
દેશભરમાંથી 9.45 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા
તમને જણાવી દઈએ કે NTA દ્વારા આયોજિત UGC NET ડિસેમ્બર 2023ની પરીક્ષામાં દેશભરમાંથી 9.45 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી.આ પરીક્ષા 6 થી 19 ડિસેમ્બર 2023ની વચ્ચે લેવામાં આવી હતી. એકવાર પરિણામ બહાર આવ્યા બાદ ઉમેદવારો તેને નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટ ugcnet.nta.ac પર ચેક કરી શકશે.
પરિણામ તપાસવા માટેઃ
સૌ પ્રથમ UGC NET ugcnet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
તે પછી હોમપેજ પર NTA UGC NET પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
ક્લિક કરતાની સાથે જ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
આ પેજ પર તમારો UGC NET અરજી ફોર્મ નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ સબમિટ કરો.
આ પછી સ્ક્રીન તમને UGC NET પરિણામ 2023 વિન્ડો પર લઈ જશે.– UGC NET 2023 પરિણામ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.


