- ગઈકાલે લેવાયેલી યુજીસી-નેટની પરીક્ષા રદ્દ
- શિક્ષણ મંત્રાલયે સીબીઆઈ તપાસની ભલામણ કરી
- ફરીથી યુજીસી-નેટની પરીક્ષા લેવામાં આવશે
UGC-NET પરીક્ષાને લઈને મોટો નિર્ણય આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે UGC-NET 2024ની પરીક્ષા રદ કરી છે. પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે સમગ્ર દેશભરમાં યોજાયેલી યુજીસી-નેટની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. હવે આ રદ્દ કરાયેલી પરીક્ષા ફરીથી લેવામાં આવશે. ઉપરાંત સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
https://twitter.com/amitmalviya/status/1803473283347570959
યુજીસી નેટની પરીક્ષા 18મી જૂને જ લેવામાં આવી હતી
યુજીસી-નેટની પરીક્ષા 18 જૂને જ લેવામાં આવી હતી. પરંતુ તેમાં ગેરરીતિની ફરિયાદો બાદ શિક્ષણ મંત્રાલયે તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો. કેસ સીબીઆઈમાં ગયા બાદ આ ગેરરીતિઓ સાથે જોડાયેલી મહત્વની માહિતી સામે આવી શકે છે.


