- યુકેમાં જાહેર ઈમારતો, દુકાનો, બિસ્માર રસ્તાઓ પર ભાંગનું વાવેતર થઈ રહ્યું છે
- ગુનેગારોએ ભાંગ વાવીને મોટો નફો રળી રહ્યા છે
- પોલીસને ભાંગના છોડ અને આરોપીઓને પકડવા ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો
યુકેમાં ખાલી રસ્તાઓ પર મોટાપાયે ગાંજો ઉગાડવામાં આવી રહ્યો છે. પોલીસે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સંગઠિત ગુનેગારોના એક જૂથે કમાણી માટે મોટાપાયા પર ભાંગનું ઉત્પાદન કરી રહ્યા છે. જે અંગે ખાલી માર્ગો, દુકાનો અને પબની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે ગત વર્ષે સ્કોટલેન્ડના આયરમાં એક રમકડાની દુકાનમાં એક પૂર્વ બેંક અને ડઝન સ્થળે દરોડા પાડયા હતા. નેશનલ પોલીસ કાઉન્સીલ અનુસાર ખાલી પડેલી રૅસ્ટોરન્ટ, નાઈટ ક્લબો, બિંગો હોલ્સ અને ઘણા કાર્યાલયોની ખાલી ઈમારતોને પ્રયોગ ભાંગ ઉગાડવા માટે થઈ રહ્યો હતો.
પોલીસે રિપોર્ટ જાહેર કર્યો
ગ્વેન્ટ પોલીસે ન્યૂપોર્ટ શહેરના મુખ્ય શોપિંગ સ્ટ્રીટના પૂર્વ ડિપાર્ટમેન્ટ સ્ટોર પર દરોડા પાડયા હતા. જેની છત પર ત્રણ હજારથી વધુ ભાંગના છોડ ઉગાડવામાં આવેલા હતા. આ ભાંગની આશરે કિંમત બે મિલિયન પાઉન્ડ હતી. પોલીસે ઘણા દુકાનદારોને ચેતવણી આપી કે જો ગુનેગારોને દુકાન ભાંગ વાવવા આપી તો તેઓની વિરુદ્ધ
ઘણી દુકાનોને પોલીસે સીઝ પણ કરી છે. ગુનેગારોએ વિચાર્યું હતું કે સાંજના સમયે માર્ગો પર અવર-જવર નથી હોતી. જેનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં અસામાજિક તત્વો હતા. પરંતુ પોલીસને આ લોકોના ઈરાદાની જાણ થઈ. આવાસ સંપત્તિઓ પર ભાગં ઉગાડવાના મામલે પોલીસે એક હજાર લોકોની ધરપકડ કરી છે. એક હજારથી વધુ લોકોને નોટિસ પણ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે. ન્યૂપોર્ટ શહેરમાં આવા ઘણા મામલા સામે આવ્યા છે. વર્ષ-2019માં બંધ થઈ ચુકેલી એક ડિપાર્ટમેન્ટ સ્ટોરની બહુમાળી ઈમારત પર ભાંગ ઉગાડવામાં આવી હતી. પોલીસેને ઘણા સમય સુધી તપાસ પછી જાણવા મળ્યું કે આની પાછળ આ લોકોનો હેતું શું છે. ?


