- બ્રિટનના નવા પીએમ કીર સ્ટાર્મર જંગી બહુમતી સાથે ચૂંટણી જીત્યા છે
- ભારત-બ્રિટનના અનેક પડતર મુદ્દાઓ ઉકેલવા અને સંબંધો મજબૂત કરવા એ સ્ટાર્મર માટે પડકારજનક રહેશે
- ભારતીય મૂળના પીએમ ઋષિ સુનક પ્રત્યે ભારતીયોની નારાજગીને લીધે હાર્યા
બ્રિટનની જનરલ ચૂંટણી પૂર્ણ થયા બાદ લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા જાહેર થઈ છે. જ્યારે ભારતીય મૂળના ઋષિ સુનકની પાર્ટી કંઝર્વેટિવ પાર્ટીની કારમી હાર થઈ છે. લેબર પાર્ટી 400થી વધુ બેઠકો પર જીત નોંધાવી ચુકી છે જ્યારે કંઝર્વેટિવ પાર્ટી 112 બેઠકો પર આગળ છે. જો કે વડાપ્રધાન ઋષિ સુનકે હાર સ્વીકારી લીધી છે. તેમને ફોન પર તેઓના હરિફ કીર સ્ટાર્મરને શુભકામના પાઠવી હતી. હવે બ્રિટનની સુકાન સ્ટાર્મર સંભાળશે. જો કે સ્ટાર્મર ભારત માટે કેટલા મહત્ત્વના છે અને ભારતને આનાથી શું ફાયદો થશે તેની પર જાણીએ…
સ્ટાર્મરનો ભારતીયોને ખુશ રાખવાનો પ્રયાસ
પોતાના કાર્યકાળમાં સ્ટાર્મરનો પ્રયાસ ભારતીય પ્રવાસીઓને ખુશ રાખવાનો રહેશે. આની પાછળ લેબર પાર્ટીએ ભારતીય પ્રવાસીઓની સાથે તણાવપૂર્ણ સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતોય. તેમને હિન્દુઓ વિરુદ્ધ થતા અત્યાચારની કડક ટીકા કરી હતી અને હોળી-દિવાળી જેવા સાંસ્કૃતિક તહેવારોની ઉજવણી પણ કરી હતી. આનાથી સ્પષ્ટ છે કે લેબર પાર્ટી બ્રિટિશ ભારતીય સમુદાયોની અંદર વધુ વિશ્વાસ વધારવા ઈચ્છે છે. આવામાં પ્રયાસ આગળ પણ વધી શકે છે.
લેબર પાર્ટી ભારત વિરોધી નથી- કીર સ્ટાર્મર
બ્રિટનની ચૂંટણી પહેલા કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે લેબર પાર્ટી બદલાઈ ગઈ છે. અને તે ભારત વિરોધી નથી. આ તે પાર્ટી નથી કે તેની નેતાગીરી જેરેમી કોર્બિને કર્યું હતું. અને કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપનું આહ્વાન કર્યું હતું. એક્ઝિટ પોલ સામે આવ્યા પછી લેબર પાર્ટીના અધ્યક્ષે દાવો કર્યો કે સ્ટાર્મરની નેતાગીરીમાં પાર્ટીને વિશ્વાસ છે કે તેને ભારત પર કટ્ટરપંથી વિચાર ધરાવતા કોઈપણ સભ્યને બહાર કરી દીધા છે.
સ્ટાર્મર ભારત સાથે મજબૂત સંબંધો બનાવવાનું લક્ષ્ય રાખશે
મળતી માહિતી અનુસાર, સ્ટાર્મરની વિદેશ નીતિના એજન્ડાનું બીજું મહત્વનું પાસું યુનાઈટેડ કિંગડમ (યુકે) અને ભારતના સંબંધોને મજબૂત બનાવવાનું હશે. આ કારણે જ સ્ટાર્મરેરે ઐતિહાસિક ભૂલો, ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દાઓ પર પક્ષના વલણને સ્વીકારીને ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનું વચન આપ્યું છે. તેવી જ રીતે, તે મુક્ત વેપાર કરારો અને ટેકનોલોજી, સુરક્ષા, શિક્ષણ અને જળવાયુ પરિવર્તનમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માંગે છે.
ઈમિગ્રેશન નીતિઓની પથમાં મુશ્કેલી
જો કે કીર સ્ટાર્મરની મહત્ત્વાકાંક્ષી વિદેશ નીતિના ટાર્ગેટને સાકાર કરવું પડકારજનક છે. વિશેષ કરીને ઈમિગ્રેશન નીતિઓ અને વેપાર કરારના સંબંધમાં ઈમિગ્રેશનને ઓછું કરવાની જરૂર પર
બંને પક્ષે સંમતીની સાથે બ્રિટનની સેવા ઉદ્યોગમાં ભારતીય શ્રમિકો માટે હંગામી વીઝા અંગે વાતચીત માટે એક નાજુક સ્થિતિ રજૂ થઈ શકે છે. જો કે આનો ઉકેલ લાવવા કીર સ્ટાર્મર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
ભારત લાંબા સમયથી વીઝાની માંગ કરી રહ્યું છે
ભારત એફટીએ હેઠળ પોતાના સેવા ક્ષેત્રના કાર્યબળ માટે હંગામી વીઝાની માંગ કરી રહ્યું છે. જો સ્ટાર્મર આની પર કોઈ એક્શ લેતા હોય તો આ ભારત માટે લાભદાયક થઈ શકે છે. યુકેના આઈટી અને નાણાકીય સેવા ક્ષેત્રમાં ભારતીયોની મોટી સંખ્યા છે. આવામાં હંગામી વીઝા પર સંમતી બને તો આનાથી ભારતીયોને લાભ થઈ શકે છે.
ભારત-બ્રિટનમાં મુક્ત વેપાર કરાર થઈ શકે છે
ભારત અને બ્રિટન વચ્ચે વર્ષ-2020થી મુક્ત વ્યાપાર કરાર પર વાતચીત થઈ રહી છે. સ્ટાર્મર વડાપ્રધાન બન્યા પછી આની પર હસ્તાક્ષર થઈ શકે છે. બંને દેશ અત્યાર સુધી એફટીએ પર 14 તબક્કાની બેઠક કરી ચુક્યા છે. આ કરારથી ભારતને કાર, કાપડ, માદક પીણા તમજ તબીબી ઉપકરણો પર પરસ્પર ટેરિફમાં છૂટ મળી શકે છે. મહત્ત્વનું છે કે, બંને દેશ વચ્ચે વાર્ષિક વેપાર આશરે 38.1 અરબ પાઉન્ડ એટલે કે, આશરે 4.28 લાખ કરોડ રૂપિયાનો છે.


