- બ્રિટનની ચૂંટણીમાં ચાર કરોડ 65 લાખ મતદાતા વોટિંગ કરશે
- ચૂંટણીમાં વડાપ્રધાન ઋષિ સુનક અને કીર સ્ટાર્મર વચ્ચે યોજાઈ રહ્યો છે
- બ્રિટનમાં 650 બેઠકો માટે એકજ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે
બ્રિટનમાં જનરલ ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં લાખો લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની આશા છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન અને કંઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકના રાજકીય ભવિષ્યનો નિર્ણય થશે. સુનકની સીધી સ્પર્ધા લેબર પાર્ટીના કીર સ્ટાર્મર સાથે છે. સુનકે મતદાતાઓ કહ્યું કે ટેક્સ વધારનારી લેબર પાર્ટીને બહુમત ન આપવાનો આગ્રહ કર્યો હતો.
આ લોકો વચ્ચે ગળાકાપ સ્પર્ધા
બ્રિટનની ચૂંટણીમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં 650 મતવિસ્તારો માટે ઉમેદવાર ઊભા કરાયા છે. મુખ્ય ટક્કર તો કંઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક અને વિપક્ષના નેતા કીર સ્ટાર્મર વચ્ચે છે. બે મુખ્ય પક્ષ સિવાય લિબરલ ડેમોક્રેટ્સ, ગ્રીન પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી, પ્લેડ સાયમરુ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારો પણ લડી રહ્યા છે.
રાત્રે 10 વાગ્યા સુધી મતદાન યોજાશે
આશરે 40 હજાર મતદાન કેન્દ્ર સ્થાનિક સમય પ્રમાણે સવારે સાત વાગ્યે ખુલી ગયા અને આશરે ચાર કરોડ 65 લાખ મતદાતા પોતાની પસંદના ઉમેદવારની ચૂંટણી કરી શકો છો. આ વખતે મતદાન કેન્દ્ર પર આઈડી લઈ જવું ફરજિયાત છે. મતદાન સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 10 વાગ્યે સમાપ્ત થશે. જે બાદ સર્વે આવવાના થશે. સર્વેથી આ વાતની ઝલક મળી જશે કે દેશમાં રાજકીય માહોલ કેવો રહેશે?
ઋષિ સુનકે મતદારોને અપીલ કરી હતી
ઋષિ સુનકે બુધવારે લોકોને તેમના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું, “આ જ આપણને એક કરે છે. અમારે લેબર બહુમતીવાળી સરકારની રચના થતી અટકાવવી જોઈએ જે તમારા પર કર વધારશે. આ કરવાનો એકમાત્ર રસ્તો કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપવાનો છે.” દેશમાં 2019ની સામાન્ય ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 365 સીટો જીતી હતી જ્યારે લેબર પાર્ટીએ 202 સીટો જીતી હતી.


