- બર્મિંઘમ એરપોર્ટ પર પ્રવાસીઓ ગરમીમાં રોષે ભરાયા
- ગરમીની રજાઓ ગાળવા જતા પ્રવાસીઓને કલાકો સુધી એરપોર્ટ પર રોકી દેવાયા
- સેંકડો પ્રવાસીઓને એરપોર્ટ પર લાઈનમાં રખાતા અરાજકતા સર્જાઈ
ઈંગ્લેન્ડના બર્મિંઘમ એરપોર્ટ પર પ્રવાસીઓને વચ્ચે અરાજતા સર્જાયેલી જોવા મળી હતી. અહીં સુરક્ષાના નામે તપાસ કરી યાત્રિકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખી દેવામાં આવ્યા હતા. ટેક્નિકલ સમસ્યાઓને લીધે આવું થયું હતું. બાદમાં આને ઠીક કરી દેવાતા ગરમીને લીધે લોકોની સ્થિતિ ખરાબ થઈ હતી.
યુકેના બર્મિંઘમ એરપોર્ટ પર ગરમીની રજાઓ માણવા જતા પ્રવાસીઓની સુવિધાઓને લઈ હાલ તૈયારીઓ ચાલી રહી છે. જેને કારણે સુરક્ષા તપાસની પ્રક્રિયા ધીમી થઈ ગઈ છે. જેથી આનું નુકસાન સેંકડો લોકોએ વેઠવું પડયું હતું. અડધો-દિવસની રજાઓ દરમિયાન પ્રવાસીઓને ખૂબ મોડે સુધી તડકામાં સુરક્ષાની તપાસના નામે રોકી દેવાયા હતા. જેના લીધે યાત્રિકો ગરમીને લીધે ઘણા મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હજારો લોકો વચ્ચે અફરાતફરીનો માહોલ બન્યો હતો. એરપોર્ટ મેનેજમેન્ટ ગરમીની રજાઓ જોતા જરૂરી વ્યવસ્થા કરી રહ્યા છે. જેના લીધે કલાકો સુધી પ્રવાસીઓ મુશ્કેલી વેઠવી પડી હતી. કેટલાક પ્રવાસીઓએ કહ્યું કે તેમને લાઈનથી નીકળવાની વિનંતી તંત્રને કરી. કારણ કે તેમને ફલાઈટનો સમય થઈ ગયો હતો અને ગેટ બંધ થવાનો હતો. જે બાદ તેમને જવા દીધા હતા.
વેકેશનનો પ્રારંભ થાય તે પહેલા ખરાબ અનુભવ
ઘટનાસ્થળે રહેલા બે યાત્રિકોએ કહ્યું કે તેમના દીકરાને બીમારી છે. જેને લીધે તેને ઘણી તકલીફનો સામનો કરવો પડયો. તેની માટે આ સ્થિતિ ખૂબ ખરાબ હતી. રજાઓ શરૂ થતા પહેલા જ તેના બાળકો માટે એક ખરાબ સ્થિતિ પેદા કરી દેવામાં આવે જે બિલ્કુલ સહન ન થાય તેવી હતી. આ ઉપરાંત અન્ય પ્રવાસીએ પણ જણાવ્યું કે તેઓ એક કલાકથી લાઈનમાં લાગેલા છે. આઠલી ગરમીમાં તેઓ થાકી ચુક્યા છે. વેકેશન પસાર કરવા ઓરલેન્ડો જઈ રહ્યા હતા પરંતુ આની પહેલા તેમની શરૂઆત ખૂબ ખરાબ હતી.
આ મહિને હિથ્રો, ગેટવિક અને માન્ચેસ્ટર એરપોર્ટ પર લોકોને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અહીં રાતોરાત આઈટી સિસ્ટમ બગડ્યા બાદ હજારો લોકો એરપોર્ટ પર રાહ જોતા રહ્યા. લોકોને પાણી અને ભોજન પણ મળી શક્યું નથી. ઈ-ગેટ બંધ હતા. જે ઘણી મહેનત બાદ ખોલવામાં આવ્યા હતા. લોકોએ મેનેજમેન્ટની નિષ્ફળતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.


