4 દિવસની કાર્ય પદ્ધતિને સમર્થન કરનારાઓ માને છે કે 5 દિવસની કાર્ય પદ્ધતિ જૂના સમય માટે સારી હતી. તે સમયે કર્મચારીઓને આટલો તણાવ સહન કરવો પડતો ન હતો અને વર્ક પ્લેસ સુધી પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી ન હતી. હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓને ઘણો આરામ મળશે અને તેઓ તેમના કામમાં પણ ખુશ જણાશે.
યુકેની 200 કંપનીઓએ કરી જાહેરાત, અઠવાડિયામાં 3 દિવસની આપશે રજા
એક તરફ ભારત અને દુનિયામાં અઠવાડિયામાં 70 થી 90 કલાક કામ કરવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ, યુકેની 200 કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ તેમના 200 કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપશે અને આ માટે તેઓ કોઈપણ કામમાં કાપ મૂકશે નહીં. ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે આ 200 કંપનીઓમાં કુલ 5,000 થી વધુ લોકો કામ કરે છે. આમાંની મોટાભાગની કંપનીઓ ચેરિટી, માર્કેટિંગ અને ટેક્નોલોજી કંપનીઓ છે.
કર્મચારીઓ વધુ ઉત્સાહ સાથે કામ કરશે
4 દિવસની કાર્ય પદ્ધતિને સમર્થન કરનારાઓ માને છે કે 5 દિવસની કાર્ય પદ્ધતિ જૂના સમય માટે સારી હતી. તે સમયે કર્મચારીઓને આટલો તણાવ સહન કરવો પડતો ન હતો અને કામના સ્થળે પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી ન હતી. હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓને ઘણો આરામ મળશે અને તેઓ તેમના કામમાં પણ ખુશ જણાશે. તેમનું પારિવારિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને તેઓ વધુ ઉત્સાહ સાથે કામ પણ કરશે. તેનાથી કંપનીઓની પ્રોડક્ટિવીટીમાં પણ વધુ સુધારો થઈ શકે છે…
4 દિવસનું વર્ક કલ્ચર વધુ રિલેક્સ થશે?
એક કંપનીના ડાયરેક્ટરનું કહેવું છે કે, 4 દિવસ કામ કરવાથી લોકોને 50% વધુ ફ્રી ટાઇમ મળે છે. આ ઉપરાંત, તેઓ પરિવાર માટે વધુ સમય લેશે. પગારમાં કોઈપણ કાપ વિના અઠવાડિયામાં ચાર દિવસ ઓફિસનું કામ કર્મચારી અને કંપની બંને માટે ફાયદાકારક બની શકે છે. માર્કેટિંગ, મીડિયા અને એડવર્ટાઇઝિંગ કંપનીઓ 4-દિવસીય સપ્તાહની સંસ્કૃતિ અપનાવી રહી છે, જેમાંથી 30 કંપનીઓએ આ પોલિસી અપનાવી છે. આ પછી મેનેજમેન્ટ સેક્ટરમાં 29 ચેરિટી સંસ્થાઓ, 24 ટેક કંપનીઓ અને 22 કંપનીઓ છે. 4 દિવસીય કાર્ય સપ્તાહના સમર્થકો કહે છે કે આ સંસ્કૃતિ કર્મચારીઓની પ્રોડક્ટિવીટીમાં સુધારો કરશે અને કર્મચારીઓને વધુ કામ કરવા માટે પણ પ્રેરિત કરશે…
4 દિવસનું વર્ક કલ્ચર ટૂંક સમયમાં સામાન્ય બનશે
મીડિયા રિપોર્ટસ અનુસાર,એક રિસર્ચ દ્વારા કરવામાં આવેલ સંશોધન દર્શાવે છે કે યુકેના 18 થી 34 વર્ષની વયના લગભગ 78% લોકો માને છે કે 4 ડે વર્ક વીક આગામી પાંચ વર્ષમાં સામાન્ય થઈ જશે. જો કે, એમેઝોન અને જેપી મોર્ગન ચેઝ જેવી કંપનીઓ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવા કહે છે. તે જ સમયે, ભારતમાં 90 કલાક વર્ક વીક કલ્ચર પર ચર્ચા થઈ રહી છે, જેની લોકો ટીકા પણ કરી રહ્યા છે.


