રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની સીધી અસર યુક્રેન દેશના ખજાના પર જોવા મળી રહી છે. તાજેતરમાં સામે આવ્યું છે કે, સતત યુદ્ધને લીધે યુક્રેનનો ખજાનો સાવ તળિયા ઝાટક થઈ ગયો છે. યુક્રેન પર આર્થિક સંકટ એ હદ સુધી વધી ગયું છે કે જો દેશને આર્થિક મદદ નહિ મળે તે સૈનિકોને સપ્ટેમ્બર મહિનાનો પગાર સુદ્ધા નહિ આપી શકે.
આર્થિક સંકટના કારણે યુક્રેન તેના સૈનિકોને પગાર ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. રશિયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી યુક્રેન તેના સંરક્ષણ પાછળ સૌથી વધુ નાણાં ખર્ચી રહ્યું છે. યુક્રેનનું સંરક્ષણ બજેટ લગભગ 50 અબજ ડોલર છે, પરંતુ વર્ષના અંત પહેલા તિજોરી ખાલી છે.
યુક્રેનના આર્થિક સંકટને લીધે પોકાના સૈનિકોને આપવામાં આવતો પગાર આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા સાથે યુદ્ધ શરૂ થયા પછી યુક્રેન સૌથી વધુ પૈસા પોતાના ડિફેન્સ પર ખર્ચી રહ્યું છે. યુક્રેનનું ડિફેન્સ બજેટ આશરે 50 બીલિયન ડોલરનું છે, પરંતુ વર્ષ પૂર્ણ થતા પહેલા જ ખજાનો ખાલી થઈ ચુક્યો છે.
યુક્રેન પર આર્થિક સંકટ
યુક્રેનને આશરે 60 બિલિયન ડોલરની અત્યારે ખૂબ જરૂર છે, જેથી સૈનિકોને સેલેરી આપી શકે. સૈનિકોની સારવાર અને યુનિફોર્મ તેમજ અન્ય ચીજો માટે દેશને ફંડની જરૂર છે. સતત ડિફેન્સ સેકટર સામે આવી રહ્યું છે. આર્થિક સંકટને લીધે સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમીરોવે આને લઈ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીથી નારાજગી પણ નોંધાવી છે.
અગાઉ પણ આર્થિક સંકટ સહન કર્યું
યુક્રેનની ડિફેન્સ કમિટી અનુસાર, ડિફેન્સ મંત્રાલયે જાણકારી આપી છે કે તેની પાસે ફંડ નથી અને તેની પાસે સૈનિકોને આપવા માટે પગાર જેટલું પણ બજેટ નથી. આ અગાઉ પણ ઓગસ્ટ માસમાં યુક્રેનના પીએમ ડિનેસ શ્મ્યહલે આ વાતની જાહેરાત કરી હતી કે દેશના ડિફેન્સ સેકટરને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ સમયે 12 બીલિયન ડોલરની જરૂર હતી.
ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માગી
યુક્રેન દેશ અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી છે. શુક્રવારે જર્મનીને રેમસ્ટિન બેઝમાં યુક્રેન ડિફેન્સ કોન્ટેક્ટ ગૃપની એક બેઠક થઈ, જેમાં યુક્રેન, અમેરિકા સહિત ઘણા દેશ સામેલ થયા.
આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનની મુલાકાત થઈ. રાષ્ટ્રપતિએ અમેરિકાના સંરક્ષણ મંત્રી પાસે મદદ માગી હતી. સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું કે અમેરિકા યુક્રેનને સુરક્ષા મદદ માટે 250 મિલિયન ડોલર આપશે. જ્યારે હથિયારોને લઈ ઝેલેન્સકીની માંગ પર તેને કેનેડાને ટેકો મળ્યો છે.


