અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, આશા રાખીએ છીએ કે, વોલોડિમિર જેલેંસ્કી આ અઠવાડિયે આવીને કરાર પર હસ્તાક્ષર કરશે. અગાઉ આ બંને નેતાઓએ એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, યૂક્રેનને લડવા માટે અધિકાર મળશે. જે સંધિ માટે રશિયા પહેલાથી જ તૈયાર હતુ તેના માટે હવે યૂક્રેને પણ હામી ભરી છે. હવે મુશ્કેલી એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આ મામલે શું પગલા લેશે?.
યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ
છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને યૂક્રેન વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. તે દરમિયાન યૂક્રેનના અધિકારીઓએ માહિતી આપી છે કે, અમેરિકા સાથે તેઓ મેજર મિનરલ્સ સંધિ સુધી પહોંચ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે સંશોધનો બાદ આ કરાર માટે સહમતિ દર્શાવી છે. અને આ એક સકારાત્મક પરિણામ રહેશે. તો આ તરફ, રશિયાએ પણ મિનરલ્સ ડીલ માટે ઓફર કરી છે. સુત્રોએ જણાવ્યુ છે કે વોશિંગટને પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગથી સંભાવિત રાજસ્વમાં 500 બિલિયન ડૉલરની પોતાના અધિકારની માગ છોડી દીધુ છે. પરંતુ હજુ સુધી યૂક્રેનને સુરક્ષા માટે કોઇ નક્કર ગેરંટી નથી આપી. જે આ કરારમાં યૂક્રેનની પ્રમુખ માગ રહી છે.
રશિયા સાથે પણ કરારના સંકેતો
ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, યુક્રેન ખૂબ બહાદુર છે, પરંતુ અમેરિકા અને તેના પૈસા અને લશ્કરી મદદ વિના, આ યુદ્ધ ખૂબ જ ઓછા સમયમાં સમાપ્ત થઈ ગયું હોત.” જ્યારે મીડિયા દ્વારા ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું યુક્રેનને અમેરિકાની સહાય ચાલુ રહેશે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે કદાચ જ્યાં સુધી આપણે રશિયા સાથે કોઈ કરાર ન કરીએ… આપણે કોઈ કરાર પર પહોંચવું પડશે, નહીં તો આ ચાલુ રહેશે.
ટ્રમ્પે કહ્યું કે કોઈપણ શાંતિ કરાર માટે યુક્રેનમાં કોઈક પ્રકારની શાંતિ જાળવણીની જરૂર પડશે, પરંતુ દરેકે તે સ્વીકારવું પડશે. ટ્રમ્પના નિવેદનોથી એ સમજવું મુશ્કેલ છે કે તેઓ યુક્રેન વતી બોલી રહ્યા છે કે રશિયા વતી કારણ કે તેમની વાતચીત બંને પક્ષો સાથે ચાલી રહી છે.
ગયા અઠવાડિયે બંને નેતાઓ વચ્ચે ઝઘડો થયો હતો
ગયા અઠવાડિયે જ, ટ્રમ્પે ઝેલેન્સકીને “સરમુખત્યાર” કહ્યા હતા અને યુદ્ધ શરૂ કરવા માટે રશિયાને નહીં, પરંતુ યુક્રેનને દોષી ઠેરવ્યું હતું, જ્યારે ઝેલેન્સકીએ ખનિજ સંપત્તિ માટે 500 બિલિયન ડોલરની યુએસ માંગને નકારી કાઢી હતી અને સૂચવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ રશિયન ખોટી માહિતી પર વિશ્વાસ કરી રહ્યા છે.


