જર્મનીમાં ઝેલેન્સકી અને યુએસ ઉપરાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત પહેલા મ્યુનિકમાં કારે લોકોને કચડ્યા હતા. જેમાં 15 લોકો ઘાયલ થયા છે. જર્મનીમાં, એક કાર ભીડમાં ઘુસી અને મોટી સંખ્યામાં લોકોને ઘાયલ કર્યા હતા. આ ઘટના જર્મનીના મ્યુનિકમાં બની હતી. મ્યુનિક સુરક્ષા પરિષદ શુક્રવારના રોજ અહીં શરૂ થશે. જેમાં હાજરી આપવા માટે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી ઉપસ્થિત રહેશે.
જર્મનીમાં ભયંકર કાર અકસ્માત
ઝેલેન્સકી અને યુએસ ઉપરાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત પહેલા મ્યુનિકમાં કારે લોકો પર ચડાવી દીધા, જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના જર્મનીના મ્યુનિક શહેરના સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. એક ટ્રેડ યુનિયન દ્વારા આયોજિત પ્રદર્શન દરમિયાન, એક કાર ભીડમાં ઘૂસી ગઈ અને મોટી સંખ્યામાં લોકોને ઘાયલ કર્યા હતા. આ ઘટના મ્યુનિકના સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન નજીક ડાચૌર સ્ટ્રેસે અને સીડલસ્ટ્રેસે વિસ્તારમાં બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ પર જ ડ્રાઇવરને કસ્ટડીમાં લઈ લીધો. આ ઘટના એક ટ્રેડ યુનિયન દ્વારા આયોજિત પ્રદર્શન દરમિયાન બની હતી. અહીં એક સફેદ કાર વિરોધીઓ વચ્ચે ઘૂસી ગઈ અને ઘણા લોકોને ટક્કર મારી.
યુનિયને કહ્યું કે તેમને આ ઘટના વિશે કોઈ માહિતી નથી. ઘટના બાદ, સુરક્ષા દળોએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો હતો અને ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હુમલો હતો કે અકસ્માત. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. મ્યુનિક ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ગેરહાર્ડ પેશ્કેએ જણાવ્યું હતું કે જ્યારે આરોપી ભીડમાં લોકોને કચડી રહ્યો હતો, ત્યારે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે નજીકની ઇમારતોમાં દોડી ગયા હતા.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કારને જાણી જોઈને ભીડમાં ધકેલી દેવામાં આવી હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “હું પ્રદર્શનમાં સામેલ હતો. જ્યારે કાર ભીડમાં ઘૂસી ગઈ, ત્યારે હું ભાગી ગયો. એક માણસ કાર નીચે પડેલો હતો. થોડી વાર પછી પોલીસ ત્યાં આવી અને કારની બારી પર ગોળીબાર કર્યો, ત્યારબાદ ડ્રાઇવરે આત્મસમર્પણ કર્યું.”
61મી મ્યુનિક સુરક્ષા પરિષદ (MSC) 14થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન મ્યુનિકના હોટેલ બેયરિશર હોફ ખાતે યોજાશે. મ્યુનિક સુરક્ષા પરિષદના આયોજકોના જણાવ્યા મુજબ, 60 થી વધુ સહભાગીઓ હાજર રહ્યા હતા, જેમાં રાજ્ય અને સરકારના વડાઓ તેમજ લગભગ 150 મંત્રીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓનો સમાવેશ થાય છે. જોકે, સહભાગીઓની સંપૂર્ણ યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.


