IPL 2025 શરૂ થાય તે પહેલા, કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. સ્પીડ સ્ટાર ઉમરાન મલિક ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને, KKR એ ડાબા હાથના ઝડપી બોલર ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025 ની 18મી સીઝન માટે ઉમરાન મલિકના સ્થાને ચેતન સાકરિયાની પસંદગી કરી છે. ઉમરાન મલિક ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. KKR એ પોતે આ માહિતી આપી છે.
ચેતન સાકરિયાને મળ્યું ટીમમાં સ્થાન
ચેતન સાકરિયા ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. સાકરિયાએ એક ODI અને બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેને 19 IPL મેચ પણ રમી છે, જેમાં તેને 20 વિકેટ લીધી છે. ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને 75 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
<a href="
#” target=”_blank”>
#
તમને જણાવી દઈએ કે ચેતન સાકરિયા ભલે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા હોય, પરંતુ તેમને IPL 2025 માં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. આ પછી સાકરિયા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં નેટ બોલર તરીકે જોડાયો. હવે KKR એ તેને ઉમરાન મલિકના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે.
IPL 2025ની પહેલી મેચ રમશે કોલકાત્તા
IPL 2025 22 માર્ચથી શરૂ થવાનું છે. 18મી સીઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. KKR 22 માર્ચે RCB સામે ટકરાશે. આ મેચ KKR ના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ સિઝનમાં KKRની કમાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓ આવ્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, હર્ષિત રાણા, એનરિચ નોર્ટજે/સ્પેન્સર જોહ્ન્સન અને વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયર – મયંક માર્કંડે


