- ગાઝામાં યુદ્ધવિરામ અંગે UNમાં ઠરાવ પર ચર્ચા
- ભારતે યુદ્ધવિરામ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું
- હમાસ અને ઇઝરાયેલ યુદ્ધની મહિલાઓ-બાળકો પર મોટી અસર
ગાઝામાં યુદ્ધવિરામ અંગે UNમાં લાવવામાં આવેલ ઠરાવ રવિવારે પસાર કરવામાં આવ્યો હતો. ભારતે તેમાં ભાગ લીધો અને યુદ્ધવિરામ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. ભારત સહિત 153 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે US, ઇઝરાયેલ અને ઓસ્ટ્રિયા સહિત 10 લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું અને આર્જેન્ટિના, યુક્રેન અને જર્મની સહિત 23 દેશોએ ગેરહાજર રહ્યા હતા.
યુદ્ધવિરામને લઇ વિચાર-વિમર્શ
ઠરાવ પર ચર્ચા દરમિયાન UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે, ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં ઈઝરાયેલમાં ભારે માનવીય સંકટ છે. માહિતી અનુસાર, પ્રસ્તાવમાં તમામ બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની તેમજ યુદ્ધવિરામની માંગ કરવામાં આવી છે. રૂચિરા કંબોજે કહ્યું કે તે 7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં થયેલા હુમલા બાદ બંધક બનાવવામાં આવેલા લોકોને લઈને ચિંતિત છે. આ યુદ્ધને કારણે મોટા પાયે માનવ જીવનનો નાશ થઈ રહ્યો છે. યુદ્ધની મહિલાઓ અને બાળકો પર મોટી અસર પડી છે.
ઈઝરાયેલ વૈશ્વિક સમર્થન ગુમાવી રહ્યું છે: બાઇડન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઈઝરાયેલના PM નેતન્યાહુને ચેતવણી આપતા કહ્યું કે, ગાઝામાં સતત હુમલાને કારણે ઈઝરાયેલ વૈશ્વિક સમર્થન ગુમાવી રહ્યું છે. ઇઝરાયેલે યુદ્ધ અંગે પોતાનું વલણ બદલવું જોઈએ. અહીં નેતન્યાહૂએ સ્વીકાર્યું કે કેટલાક મુદ્દાઓને લઈને તેમની અમેરિકા સાથે સમસ્યાઓ છે. અમેરિકી રક્ષા મંત્રી લોઈડ ઓસ્ટિન ટૂંક સમયમાં ઈઝરાયેલની મુલાકાત લઈ શકે છે.
અમારી વચ્ચે મતભેદો છે: PM નેતન્યાહુ
ઇઝરાયેલ PM નેતન્યાહુએ કહ્યું કે યુદ્ધ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે મતભેદ છે. પરંતુ નેતન્યાહુએ કહ્યું કે તેઓ 1990 ના દાયકામાં ઓસ્લે એકોર્ડની ભૂલને પુનરાવર્તિત કરવા માંગતા નથી. અમે કેટલાક મુદ્દાઓ પર અમેરિકા સાથે સહમત ન હોવા છતાં અમે તેમના આભારી છીએ. અમે ગ્રાઉન્ડ ઓપરેશનનો નિર્ણય કાળજીપૂર્વક વિચાર્યા બાદ લીધો હતો. હવે આ ઓપરેશન હમાસના ખાત્મા સાથે જ ખતમ થશે. બંધકોની મુક્તિ અંગે તેમણે કહ્યું કે કેટલીક બાબતો ચાલી રહી છે અને ટૂંક સમયમાં બધાને જણાવવામાં આવશે. અમેરિકાની ચિંતાઓને અવગણીને ઈઝરાયેલના વડાપ્રધાને પૂછ્યું કે આપણે યુદ્ધ કેવી રીતે ખતમ કરી શકીએ. આપણા નાગરિકોએ બલિદાન આપ્યું છે. અત્યાચાર કરનારા લોકોને માર્યા પછી જ આ મુદ્દા પર વિચાર કરીશું.


