- તપસ્યા નારી સેવા સમિતિ પ્રમુખ રિશિદા ઠાકુર સામે ફરિયાદ
- દિલ્હીના 5 ઠગબાજોએ સરકારી નોકરીની લાલચે કરી ઠગાઈ
- 3 વર્ષ સુધી રેલવેમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા
લોકો વિવિધ રીતે સામાન્ય જનતાને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે લોકોને નોકરી આપવાના બહાને એક મહિલા અને તેના સાથીદારોએ 33 લાખનો ચુનો લગાવ્યો છે. આ મામલે તપસ્યા નારી સેવા સમિતિ પ્રમુખ રિશિદા ઠાકુર સામે ફરિયાદ થઈ છે.
આ અંગેની માહિતી અનુસાર, નવસારીમાં સમાજ સેવિકા હોવાનો દાવો કરતી મહિલાએ સાગરીતો સાથે મળી ઠગાઈ કરી હતી. જેમાં નવસારીની તપસ્યા નારી સેવા સમિતિની પ્રમુખ રિશિદા ઠાકુર સહિત અન્ય 5 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 5 ઠગબાજોએ ગણદેવીના યુવક પાસેથી 33 લાખ પડાવ્યા છે.
એટલું જ નહીં દિલ્હીના 5 ઠગબાજોએ સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવકને 3 વર્ષ સુધી રેલવેમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા છે. એટલું જ નહીં યુવકને વિશ્વાસમાં લેવા માટે દિલ્હી બોલાવી વિપિન કુશવાહ પાસેથી પડાવ્યા પૈસા છે.
જ્યારે દિલ્હી બોલાવી વિપિન કુશવાહ નામના યુવાનને અલગ અલગ ખાતામાં પૈસા નખાવ્યા ત્યારે તેને સમગ્ર મામલે કંઈ ખોટું થઈ રહ્યું હો તેવું લાગ્યું હતું. જ્યારે ત્રણ વર્ષ સુધી રેલવેમાં નોકરી આપવાના બહાને પૈસા લઈને નોકરી ન આપતા યુવાન સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સામે આવી છે.
આ મામલે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, રિશિદા ઠાકુરે નવસારીમાં મહિલાઓને લગતા કાર્યક્રમો કર્યા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી છે. આ પછી હાલમાં રિશિદા ઠાકુર સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


