- અર્થશાસ્ત્રીઓએ રોજગારન જૂન અવલોકનોનું પુનઃ અર્થઘટનની હિમાયત કરી
- નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ દ્વારા જાહેયર કરવામાં આવ્યો લેબર ફોર્સ સર્વે વાર્ષિક રિપોર્ટ
- ઉદ્યોગસાહસિકતા પર સરકારના ભારને કારણે છેવાડાના લોકોને ટેકો મળ્યો
ભારતમાં બેરોજગારી દર રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે અને દેશનું શ્રમ બજારમાં માળખાગત પરિવર્તન થઈ રહ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક અર્થશાસ્ત્રીએ મંગળવારે એક રિપોર્ટમાં આ વાત કહી. રિપોર્ટમાં, SBIના અર્થશાસ્ત્રીઓએ રોજગાર જેવા વિષય પર જૂના અવલોકનોના પુન: અર્થઘટનની હિમાયત કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “ભારતનો બેરોજગારી દર રેકોર્ડ નીચલા સ્તરે છે અને શ્રમ બજાર ઉદ્યોગસાહસિકતા સહિત તમામ ક્ષેત્રોમાં ઊંડા માળખાગત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.” ઉચ્ચ શૈક્ષણિક પ્રાપ્તિ મુખ્ય ઉત્પ્રેરક તરીકે ઉભરી રહી છે.” અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) અને પીએમ-સ્વનિધિ જેવી યોજનાઓ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર સરકારના ભારને કારણે છેવાડાના લોકોને ટેકો મળ્યો છે. આ જ કારણે ભારતમાં શ્રમ બજાર એક માળખાગત પરિવર્તન માંથી પસાર થઈ રહ્યું છે.
ગત મહિને જાહેર કરાયા હતા સરકારી આંકડા
દેશમાં જુલાઇ 2021થી જૂન 2023 વચ્ચે 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો બેરોજગારી દર 6 વર્ષના સૌથી નીચા સ્તર 3.2 ટકા પર રહ્યો છે. સરકારી સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે. બેરોજગારી દરને શ્રમ બળમાં બેરોજગાર લોકોના ટકા તરીકે પરિભાષિત કરવામાં આવ્યા છે. નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) દ્વારા જાહેર કરાયેલ સામયિક લેબર ફોર્સ સર્વે વાર્ષિક રિપોર્ટ 2022-2023 મુજબ જુલાઈ 2022 અને જૂન 2023 વચ્ચે રાષ્ટ્રીય સ્તરે 15 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે સામાન્ય સ્થિતિમાં બેરોજગારી દર (UR) 2021-22માં 4.1 થી ઘટીને 2022-23માં 3.2 ટકા થયો હતો.
સામાન્ય સ્થિતિનો અર્થ એ છે કે રોજગાર (કોઈ વ્યક્તિની સ્થિતિ) સર્વેક્ષણની તારીખ પહેલાના 365 દિવસના આધારે નક્કી કરવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલ સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) ડેટા અનુસાર, 2020-21માં બેરોજગારીનો દર 4.2 ટકા, 2019-20માં 4.8 ટકા, 2018-19માં 5.8 ટકા અને 2017-18માં 6 ટકા હતો.
સમયાંતરે શ્રમ દળના ડેટાની ઉપલબ્ધતાના મહત્વને ધ્યાનમાં રાખીને, NSSO એ એપ્રિલ 2017માં સામયિક શ્રમ દળ સર્વે (PLFS) શરૂ કર્યો હતો. રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં 2017-18માં બેરોજગારી દર 5.3 ટકાટી ઘટીને 2022-23માં 2.4 ટકા થઈ ગઈ હતી. શહેરી વિસ્તારો માટે આ 7.7 ટકાથી ઘટીને 5.4 ટકા થઈ ગઈ. સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે ભારતમાં પુરુષ બેરોજગારી દર 2017-18માં 6.1 ટકાથી ઘટીને 2022-23માં 3.3 ટકા થઈ ગઈ છે. જ્યારે મહિલાઓ બેરોજગારી દર 5.6 ટકાથી ઘટીને 2.9 ટકા રહી છે.