- સાવરકુંડલામાં મણીભાઈ ચોકમાં કેટલાક શખ્શો દ્વારા હુમલો કરાયો
- બાઈક ટકરાવવા જેવી સામાન્ય બાબતે હુમલો કરાયો
- ઈજાગ્રસ્તને તાત્કાલિક સાવરકુંડલા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
સાવરકુંડલામા RSSનાં પ્રચારક અને હિન્દુ સમાજના અગ્રણી ભાભલુભાઇ બાવકુભાઇ ખુમાણ,પોતાનુ બાઇક લઇ મણીભાઇ ચોકમાથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે ત્રણ શખ્સોએ તેમની ઓવરટેક કરી બાઇક આડા રાખી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સામેની સાઇડ ગેરેજમા બેસેલા અન્ય ચાર શખ્સો પણ ત્યાં દોડી આવ્યા હતાં અને બંને પર હુમલો કર્યો હતો. એક શખ્સે તિક્ષણ હથિયાર વડે ભાભલુભાઇ ખુમાણ પર હુમલો કર્યો હતો. જેથી તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા અને સારવાર માટે સાવરકુંડલા ખસેડાયા હતા તો વધુ સારવારના જરૂર પડતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં હિન્દુ સમાજના આગેવાનો ઉમટી પડયા હતા.
નોંધાશે પોલીસ ફરિયાદ
સમગ્ર ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યાં હતાં અને તપાસ હાથધરી હતી,હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદન નોંધાઈ નથી,પણ ટૂંક સમયમાં પોલીસ સમગ્ર કેસની તપાસ કરી ફરિયાદ નોંધી શકે છે,હાલ આસપાસના સીસીટીવી તપાસી કોણ આરોપીઓ હતા તેને લઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે,તો આરોપીને પકડવા ટીમ કામે લાગી છે.
હુમલો કરવાનું કારણ અકબંધ
અંગત અદાવતમાં હુમલો થઈ શકયો હોય તેવું પ્રાથમિક રીતે પોલીસને લાગી રહ્યું છે,ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે માટે વધુ તપાસ ત્યારે જ થઈ શકશે જયારે ફરિયાદી પોલીસની સમગ્ર ઘટનાને લઈ વાકેફ કરશે,કેમ હુમલો થયો કોણે હુમલો કર્યો તેને લઈ હાલ કોઈ માહિતી સામે આવી નથી.


