28 રાજ્યોને નવેમ્બર મહિના માટે કુલ 72,961.21 કરોડ રૂપિયા જારી કરાયા
ઉત્તર પ્રદેશને રૂ.72,961.21 કરોડ, ગુજરાતને રૂ.2537.59 કરોડ જારી કરાયા
Updated: Nov 7th, 2023
નવી દિલ્હી, તા.07 નવેમ્બર-2023, મંગળવાર
દિવાળીના તહેવારો (Diwali Festival Season)ને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે ગુજરાત (Gujarat) સહિત તમામ રાજ્યોને મોટી ભેટ આપી છે. સરકારે નવેમ્બર મહિના માટે ટેક્સથી થયેલ કમાણી (Tax Devolution)માં રાજ્યોનો હિસ્સો સમય પહેલા જારી કરી દીધો છે. કેન્દ્ર સરકારે નવેમ્બર-2023 માટે 72,961.21 કરોડ રૂપિયા રાજ્યોને જારી કરવા પર મહોર મારી દીધી છે. સામાન્ય રીતે આ રકમ 10 નવેમ્બરે જારી કરવામાં આવે છે. પરંતુ તહેવારોની સિઝન હોવાના કારણે રાજ્ય સરકારો લાભાર્થીઓ અને કર્મચારીઓને સમયસર નાણાં ચુકવી શકે તે માટે કેન્દ્ર સરકારે ટેક્સથી કમાયેલી રકમ વહેલી આપવાનો નિર્ણય કર્યો છે.
👉 Union Government authorises release of tax devolution of ₹72,961.21 crore to all State Governments for November, 2023; three days ahead of the usual date of 10th November
👉 Early release enables State Governments to make in-time releases during festival season
Read more ➡️… pic.twitter.com/lz0h6C8OqN
— Ministry of Finance (@FinMinIndia) November 7, 2023
ગુજરાતને રૂ.2537.59 કરોડ જારી કરાયા, ઉત્તર પ્રદેશ મોખરે
નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ 28 રાજ્યોને નવેમ્બર મહિના માટે કુલ 72,961.21 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ને 13088.51 કરોડ રૂપિયા જારી કરાયા છે, ત્યાર બાદ બિહાર (Bihar)ને તેના ટેક્સ હિસ્સામાંથી 7338.44 કરોડ રૂપિયા જારી કરાયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને 2537.59 કરોડ રૂપિયા જારી કરાયા છે.
સરકાર આ વર્ષે રાજ્યોને 10.21 લાખ કરોડ રૂપિયા જારી કરશે
કેન્દ્ર સરકાર રાજ્યોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, વિકાસ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા, મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો પર ખર્ચ કરવા સહિતની બાબતો માટે નાણાં પૂરા પાડે છે. કેન્દ્ર સરકાર ટેક્સ પૂલમાંથી આ નાણાં રાજ્યોને 14 હપ્તામાં આપે છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટ અંદાજ મુજબ, 15માં નાણાં પંચની ભલામણો અનુસાર સરકાર આ વર્ષે રાજ્યોને 10.21 લાખ કરોડ રૂપિયા જારી કરશે.