- પાનસર ગામે તળાવ અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું
- સરકારી યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું
- તળાવ પાસે આવેલા રામાપીર મંદિરમાં દર્શન કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં કલોલ ખાતે પાનસર ગામે તળાવ અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. સરકારી યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું છે. તળાવ પાસે આવેલા રામાપીર મંદિરમાં દર્શન કર્યા છે.
PM મોદીએ વિકસિત ભારત યાત્રા શરૂ કરી
રૂપિયા 358.95 લાખના ખર્ચે 45 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે. કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. કાર્યક્રમમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું છે કે સૌથી જૂના દેરાસરમાંથી એક દેરાસર અહીં છે. પાંચ વર્ષમાં પાનસરની સકલ બદલી છે. કલોલના પાનસરમાં વિકાસની વણઝાર છે. તળાવને સાચવવા માટે દરરોજ અડધો ક્લાક આપજો.
PM મોદીએ વિકસિત ભારત યાત્રા શરૂ કરી છે. યુવાનો રોજ અડધો ક્લાક ગામ માટે ફાળવજો. તળાવ ગામની સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનવું જોઈએ.
સૌ કોઈનો વિકાસ થાય એ જ વિકસિત ભારતની કલ્પના
સૌ કોઈનો વિકાસ થાય એ જ વિકસિત ભારતની કલ્પના છે. પ્રાકૃતિક ખેતી માટે ચિંતા કરી છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયાસ કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ખેડૂતોને અપીલ છે કે પ્રાકૃતિક ખેતી કરી લોકોને સાજા રાખવાનું કામ કરજો. ખેતી અધિકારી પાસે પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી લો. ભાજપ માટે આ ગામ માઈનસમાં ખૂલતું હતું. હું લડ્યો ત્યારબાદથી આ ગામ ભાજપ માટે હંમેશા પ્લસમાં છે. 22 જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા છે. પાનસર ગામે નિર્ધારિત સમયે મોટી આરતી કરીએ. આ ઉત્સવના પર્વમાં કલોલ તાલુકો પણ જોડાય તેવી વિનંતી છે.


