- તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી
- અમિત શાહે સંબોધી જનસભા
- વિપક્ષી દળોને લીધા આડેહાથ
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મુખ્ય પક્ષોના ટોચના નેતાઓ અને સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં જનસભાને સંબોધી હતી. તેમણે દરેકને અપીલ કરી કે તેલંગાણાને 2G, 3G અને 4G પાર્ટીઓથી મુક્ત કરો અને નરેન્દ્ર મોદીને તક આપો.
BRS એટલે ભ્રષ્ટાચાર લાંચ સમિતિ
અમિત શાહે વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, ‘હું દરેકને અપીલ કરું છું, તેલંગાણાને 2G, 3G અને 4G પાર્ટીઓથી મુક્ત કરો અને નરેન્દ્ર મોદીને તક આપો.’ તેમણે કહ્યું કે BRS નો અર્થ ભ્રષ્ટાચાર લાંચ સમિતિ પણ થાય છે. કદની દૃષ્ટિએ તેલંગાણામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો છે.
વિપક્ષ પર સાધ્યું નિશાન
તેઓએ કહ્યું કે AIMIM, BRS અને કોંગ્રેસ 2G, 3G અને 4G પાર્ટીઓ છે. 2G એટલે KCR અને KTR, જેઓ બે પેઢીઓથી સરકાર ચલાવી રહ્યા છે. AIMIM એ 3G પાર્ટી છે કારણ કે અસદુદ્દીન ઓવૈસી તેના પર ત્રણ વખત શાસન કરી ચૂક્યા છે. કોંગ્રેસ 4G પાર્ટી છે. પહેલા જવાહરલાલ નેહરુ, પછી ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને હવે રાહુલ ગાંધી.
ભાજપ ધર્મ આધારિત અનામત ખતમ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણામાં કહ્યું કે ભાજપ સરકાર ધર્મ આધારિત આરક્ષણ ખતમ કરશે, ઓબીસી અને એસટીનો ક્વોટા વધારશે.