- તેલંગણા બાદ મધ્યપ્રદેશના પ્રવાસે અનુરાગ ઠાકુર
- રાજસ્થાનમાં મહિલા સુરક્ષાને લઇને કોંગ્રેસને લીધી આડેહાથ
- કહ્યું રાજસ્થાનમાં મહિલાઓનો તિરસ્કાર થાય છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ તથા સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા મેદાને ઉતર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મધ્યપ્રદેશ પહોંચ્યા છે. અહીં તેઓએ એમપી સરકારની લાડલી બહેન યોજના તથા લાડલી લક્ષ્મી યોજના સામે વિરોધ કરનારા વિરોધીઓને આડેહાથ લીધા હતા.
રાજસ્થાનમાં મહિલાઓને તિરસ્કાર
મધ્યપ્રદેશમાં લાડલી લક્ષ્મી અને લાડલી બેહના યોજના લાવીને મહિલાઓ અને દીકરીઓનું સન્માન કર્યું. મધ્યપ્રદેશમાં ભાજપના શાસનમાં મહિલાઓનું સન્માન અને રાજસ્થાનમાં મહિલાઓનું અપમાન થયું છે. રાજસ્થાનમાં મહિલાઓનો તિરસ્કાર જ્યારે મધ્યપ્રદેશમાં મહિલાઓને પુરસ્કાર આપવામાં આવે છે. મધ્યપ્રદેશમાં મહિલાઓને અધિકાર જ્યારે રાજસ્થાનમાં મહિલાઓને અત્યાચાર આપવામાં આવે છે.વધુમાં તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ સૌથી મોટી ઠગ પાર્ટી છે. તે છેતરપિંડી કરીને સત્તામાં આવી છે. તેને આપેલી એક પણ ગેરંટી પુરી થઇ નથી.
તેલંગણામાં કર્યો હતો પ્રચાર
તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજનીતિક દળો તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તો ક્યાંક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવામાં ભાજપના ગોશામહલના ઉમેદવાર રાજા સિંહની ઉમેદવારી માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા. આ દરમિયાન તેઓએ પત્રકારોને સંબોધતા કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કર્યા હતા.