- BAPS સ્વામિનારાયણનું સૌથી મોટું મંદિર અબુધાબીમાં બનાવવામાં આવ્યું
- 55000 ચોરસ મીટર જમીન પર બની રહ્યું છે સ્વામિનારાયણ મંદિર
- 2018માં દુબઈની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કર્યું હતું ભૂમિપૂજન
અમેરિકાના ન્યુ જર્સીમાં અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ અક્ષરધામ બનાવવામાં આવ્યું છે. અબુધાબીમાં પણ પહેલું હિન્દુ મંદિર લગભગ નિર્માણ થઈને તૈયાર છે. આ મંદિર અબુ ધાબીમાં 55000 ચોરસ મીટર જમીન પર બની રહ્યું છે. આશા છે કે ફેબ્રુઆરી 2024માં આ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. વડાપ્રધાન મોદી BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
મહત્વનું છે કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018માં દુબઈની મુલાકાતે હતા ત્યારે તેમણે ઓપેરા હાઉસથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
UAEના પ્રવાસે ગયેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અબુધાબીમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાને BAPS હિંદુ મંદિરનું 3D પ્રોજેક્શન પણ જોયું અને BAPS હિંદુ મંદિરના નિર્માણને સમર્થન આપવા બદલ UAE ના નેતૃત્વ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો.


