- કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ TMC પર લગાવ્યો ગંભીર આરોપ
- TMCને લોકોનું ભલું કરવામાં રસ નથી- નિરંજન જ્યોતિ
- નિરંજન જ્યોતિ ખોટું બોલી રહ્યા છે: TMC
કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ TMC પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મનરેગાના પેન્ડિંગ મુદ્દા પર TMC રાજકીય નાટકો કરી રહી છે. TMCએ પ્રતિક્રયા આતા કહ્યું કે, નિરંજન જ્યોતિ ખોટું બોલી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ ટીએમસી પર મનરેગાને લઈને રાજકીય નાટકો કરવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી નિરંજન જ્યોતિએ કહ્યું કે TMC આગામી લોકસભા પહેલા માત્ર રાજકીય નાટકો કરી રહી છે. તેમણે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 100-દિવસીય કાર્ય યોજના માટેના ભંડોળના ઉપયોગની વિસંગતતાઓ દર્શાવી. કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ TMCના આરોપોને નકારી કાઢ્યા હતા કે મંત્રી જાણીજોઈને દિલ્હીમાં પશ્ચિમ બંગાળ સરકારના પ્રતિનિધિમંડળને મળ્યા ન હતા. આરોપોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે TMC આ મુદ્દાનું રાજનીતિકરણ કરવા માંગે છે.
TMCને લોકોનું ભલું કરવામાં રસ નથી- નિરંજન જ્યોતિ
કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ TMC પર પ્રહાર કરતા કહ્યું કે, TMCને ક્યારેય લોકોનું ભલું કરવામાં રસ નથી અને ન તો તેને મનરેગાના લેણાંની ચર્ચા કરવામાં રસ છે. તેમને માત્ર આ મુદ્દાનું રાજકીયકરણ કરવામાં અને પોતાને રાજકીય નાટકમાં વ્યસ્ત રાખવામાં રસ હતો. નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં TMCના મહાસચિવ અભિષેક બેનર્જીએ પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ સાથે નવી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ કૃષિ ભવન તરફ કૂચ પણ કરી, જ્યાં તેઓ મંત્રી જ્યોતિને તેમના કાર્યાલયમાં મળવાના હતા. TMC નેતાઓ અને કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિ વચ્ચે શાબ્દિકયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન TMC નેતા મહુઆ મોઇત્રાએ નિરંજન જ્યોતિ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમજ મનરેગાની બાકી રકમ વહેલામાં વહેલી તકે રીલીઝ કરવા માંગ કરી હતી.


