ક્રિકેટ રમવુ કોને ન ગમે ? નાના બાળકોથી લઇને મોટા સૌ કોઇ ક્રિકેટ પાછળ દિવાના છે. ત્યારે એક અનોખી ક્રિકેટ સ્પર્ધાની શરૂઆત થઇ છે. આ ટુર્નામેન્ટ ચર્ચામાં એટલે છે કારણ કે આખી મેચમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને તેમા રમનારા પ્લેયર્સ છે કર્મકાંડી બ્રાહ્મણ. આવો જાણીએ આ ક્રિકેટ સ્પર્ધા વિશે વિગતવાર.
ધોતી કુર્તામાં રમે છે મેચ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી ક્રિકેટ સ્પર્ધા શરૂ થઈ છે. અહીં પ્રોફેશનલ ખેલાડીઓ નહીં પરંતુ કર્મકાંડી બ્રાહ્મણો અને બટુકો ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ ક્રિકેટ સ્પર્ધાનો ડ્રેસ કોડ પરંપરાગત ધોતી અને કુર્તો છે.
10ઓવરની મેચ
ભોપાલના અંકુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેદાનની પીચ પર ધોતી અને કુર્તા પહેરેલા ખેલાડીઓ રન માટે દોડતા જોવા મળ્યા હતા. મંત્રોચ્ચાર સાથે ક્રિકેટની શરૂઆત કરવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે ક્રિકેટ કોમેન્ટ્રી હિન્દી કે અંગ્રેજીમાં નહીં પરંતુ સંસ્કૃતમાં કરવામાં આવી રહી છે. 10 ઓવરની મેચ રમાશે. ફાઇનલ મેચમાં પ્રથમ વિજેતાને 21000 રૂપિયા અને બીજા વિજેતાને 11000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત વિજેતા ટીમને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ભોપાલ, જબલપુર, રાયસેન, વિદિશા અને નરસિંહપુરની કુલ 16 ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે.
સંસ્કૃતમાં ક્રિકેટનો શબ્દકોશ
1) cricket- कन्दुकक्रीडा
2) pitch- क्षिप्या
3) Bat- वैट
4) Ball- कन्दुकम्
5) wicket keeper- स्तोभरक्षक:
6) shot pitch- अवक्षिप्तम्
7) catch out- गृहीत:
8) stump out- स्तोभित:
9) Run out- धाविन्नष्टम्
10) Bold- गेन्दित:
11) LBW- पादवाधा
12) wide ball- अपकन्दुकम्
13) No ball- नोकन्दुकम्
14) Hit- वेध:
15)Four- चतुष्कम्
16) Six- षठकम्
17) Run- धावनम्
18) umpire- निर्णायक:
19) Batsman- वल्लक:
20) Baller- गेन्दक:
21) spinner- चक्रगेन्दक:
22) wicket- स्तोभ:
23) over- पर्यास:
24) Bounce- घातगेन्दू
25) Target- वैध्यम्


