- ઈદ અલ ફિત્રને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયાની રજાની જાહેરાત
- 8 એપ્રિલ 2024થી શરૂ થઈને રવિવાર 14 એપ્રિલ સુધી રહેશે રજા
- 15 એપ્રિલથી નિયમિત રીતે કામ શરૂ કરી દેવામાં આવશે
સંયુક્ત અરબ અમીરાતની કેબિનેટમાં ઈદ અલ ફિત્રને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયાની રજાની જાહેરાત કરાઈ છે. મળી રહેલી માહિતિ અનુસાર સરકારી કર્મચારીઓ માટે ઈદ અલ ફિત્રની રજાઓ સોમવાર 8 એપ્રિલ 2024થી શરૂ થઈને રવિવાર 14 એપ્રિલ સુધી માન્ય રહેશે. આગામી 15 એપ્રિલથી નિયમિત રીતે કામ શરૂ કરી દેવામાં આવશે.
UAE કેબિનેટે જાહેર કર્યું કે પછી સોમવાર 15 એપ્રિલથી કામ ફરી શરૂ થશે કારણ કે દેશમાં જાહેર ક્ષેત્રના કામદારો માટે ફરજિયાત એક અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવે છે. આ સિવાય ખાનગી ક્ષેત્રના કામદારો યોગ્ય સમયે જાહેરાતની અપેક્ષા રાખી શકે છે. સરકારી કર્મચારીઓ આ રજાઓમાં તહેવારમાં પરિવાર સાથે સમય વીતાવી શકશે અને આનંદ માણી શકશે.
યુએઈમાં રમઝાન ખાસ છે
સંયુક્ત આરબ અમીરાતમાં રમઝાન મહિનો ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. અહીં કેટલીક પરંપરાઓ પણ છે. યુએઈમાં રમઝાનની તૈયારીઓ શાબાનના મધ્યથી શરૂ થાય છે. અહીં તેને હેગ અલ-લૈલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન, અહીંના બાળકો નવા કપડાં પહેરે છે અને તેમના સંબંધીઓ અને પડોશીઓના ઘરે જાય છે અને કવિતાઓ અને ગીતો વાંચીને ઉજવણી કરે છે.
UAE માં ઈદ ક્યારે ઉજવાશે?
આ વર્ષે યુએઈમાં 11 માર્ચથી રમઝાનનો મહિનો શરૂ થયો છે. મળતી માહિતિ અનુસાર ઈદ અથવા શવ્વાલ મહિનાના પહેલા દિવસે આ વર્ષે 10 એપ્રિલે ઉજવવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઈદ 8 એપ્રિલના રોજ મનાવવામાં આવશે પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે 8 એપ્રિલે ઈદનો ચાંદ જોવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, રમઝાન મહિનો આ વર્ષે 9 માર્ચે સમાપ્ત થઈ શકે છે. આ વર્ષે શવ્વાલ મહિનાનો પહેલો દિવસ અને ઈદ ઉલ-ફિત્ર બુધવારે (10 એપ્રિલ, 2024) ઉજવવામાં આવી શકે છે.
ઈદ ઉલ-ફિત્રનું મહત્વ
ઈદ એ મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ ખાસ દિવસે પયગંબર હઝરત મોહમ્મદને બદરના યુદ્ધમાં સફળતા મળી હતી. પયગંબર મોહમ્મદની આ જીતની ઉજવણી માટે દર વર્ષે ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈતિહાસકારોના મતે ઈદ પ્રથમ વખત ઈ.સ. 624માં મનાવવામાં આવી હતી.


