- દિસ્ટલ પ્રિન્ટ ડિપાર્ટમેન્ટમાં આગ
- કોઈ જાનહાનિ થવા પામી ન હતી
- આગ લાગવાનું કારણ અકબંધ
સુરતમાં વધુ એક કંપનીમાં આગની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા GIDC માં આવેલી રાણી સતી મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના કારણે મિલમાં ભાગદોડ મચી છે. જેમાં મિલના ત્રીજા માળે આવેલા ફ્યુઝન મશીનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.
આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં અવારનવાર કાપડની મિલો અને ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે. જેમાં થોડાં સમય અગાઉ જ બોઇલર મશીન ફાટતાં આગનો કિસ્સાઓ સામે આવ્યો હતો જે પછી મિલમાં આગની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં આજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
આ આગ થોડી જ વારમાં મિલમાં પ્રસરી ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એને લઇ કારીગરોમાં અને આસપાસ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જે પછી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ચાર ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોના કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
ફાયર વિભાગને કરવામાં આવતાં ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે ભેસ્તાન, ડિંડોલી, માન દરવાજા અને મજૂરા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમના કારણે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જેથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી


