- વડોદરા,છોટાઉદેપુર,સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી
- રાજકોટ,મોરબી.બોટાદ,અમરેલીમાં વરસાદની આગાહી
- ભાવનગર,ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી
છેલ્લા થોડાં દિવસોથી રાજ્યમાં સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં હજી પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
માર્ચ મહિનામાં વરસાદી વાતાવરણ રહેવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અગે હવામાન વિભાગ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, આજે પણ ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે તેમ જણાવ્યુ છે. તેમજ દરિયામાં સૂસવાટા ભેર પવન ફૂંકાઈ શકે છે.
આજે રાજ્યમાં મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે.
આ તરફ અમદાવાદ અને ગાંધીનગરની વાત કરતા હવામાન વિભાગે જણાવ્યુ કે, આ બંને શહેરોમાં પણ ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ સાથે માવઠું થવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યુ કે, થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે.
ગરમીનો પારો ઉંચકાશે
રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેમાં રાજ્યમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું છે જેની સાથે જ લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું છે, જેના કારણે એક તરફ ઉનાળાનું આગમન પણ જોવા મળી રહ્યું છે. જ્યારે સૌથી વધુ તાપમાન અમરેલીમાં 37 ડિગ્રી નોંધાયું છે. તાપમાનનો પારો ઊંચકતા રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે. આ વચ્ચે વરસાદના ઝાપટાના કારણે ફરી ફેરફાર જોવા મળી શકે છે.


