- ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
- બપોર બાદ અચાનક શરૂ થયો કમોસમી વરસાદ
- કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં વધી ગઈ ચિંતા
ડાંગ જિલ્લામાં આજે સમી સાંજે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો. છેલ્લા કેટલાય સમયથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે કમોસમી વરસાદ થતાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. જોકે, આજે થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આજે થયેલા કમોસમી વરસાદને કારણે ખરીફ પાકને નુકશાન થવાની ખેડૂતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
તો, મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના ગિરિમાથાક સાપુતારા તળેટી વિસ્તારમાં આજે સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે. બપોરબાદ અચાનક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી.


