- મધ્ય ગુજરાતમાં તાપમાન ઉંચકશે, ગરમીનો અહેસાસ થશે
- રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી
- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની 27 થી 30 જાન્યુઆરીમાં માવઠાની આગાહી છે.રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્તાઓ છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે.
મધ્ય ગુજરાતમાં તાપમાન ઉંચકશે, ગરમીનો અહેસાસ થશે
મધ્ય ગુજરાતમાં તાપમાન ઉંચકશે, ગરમીનો અહેસાસ થશે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ દેશનું વાતાવરણ પલટાશે. વાયુના તોફાનો, ભારે હિમવર્ષા અને ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે. જેમાં ચાર શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી છે. તથા સૌથી ઓછું તાપમાન મહુવામાં 10 ડિગ્રી રહ્યું છે. તેમજ ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન છે.
અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોધાયું છે
કેશોદમાં 12 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી તથા અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોધાયું છે. વડોદરા, સુરત અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેમાં દિવસ દરમિયાન મહત્મ તાપમાન પણ સતત નીચું જ રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં થાય તેમ જણાવ્યું છે.


