- અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા
- ભારે કમોસમી વરસાદને લઈ રસ્તા પર પાણી થયા વહેતા
- અનેક ગામોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા
જૂનાગઢના માળિયા હાટીનામાં માવઠું પડ્યુ છે. જેમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. તેમાં ભારે કમોસમી વરસાદને લઈ રસ્તા પર પાણી વહેતા થયા છે. માળીયા હાટીનામાં હવામાનમાં પલટો આવ્યો છે.
વરસાદના ઝાપટા પડતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા
માળીયા હાટીના શહેરમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. જેમાં ભારે ઉકળાટ બાદ મુશળધાર વરસાદના ઝાપટા પડતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. ત્યારે વરસાદના કારણે ત્યાર જણસી તેમજ પશુઓને નુકસાન થયુ છે.
ડાંગના ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો
ડાંગના ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમાં ખેતીના પાકને નુકસાન થવાથી ખેડૂતોમાં ભય છે. અને પાક કમોસમી વરસાદથી બગડી તેવી ચિંતા જગતના તાતને સતાવી રહી છે. નવા વર્ષ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ અનુમાન લગાવવામાં આવ્યાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દિવાળીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વરસાદની સંભાવના નહીંવત હોવાનું જણાવાયું છે.


